Wednesday, May 27, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સાત રસ્તા ફ્લાયઓવર પર ટ્રાફિક જામ - VIDEO

જામનગરમાં સાત રસ્તા ફ્લાયઓવર પર ટ્રાફિક જામ – VIDEO

વચ્ચે જ બંધ પડી ટ્રક, વાહનચાલકો રોંગ સાઈડમાં જવા મજબૂર

જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે તૈયાર કરવામાં આવેલ સાત રસ્તા વિસ્તારનો ફ્લાયઓવર હાલ પોતે જ ટ્રાફિકજામનું કારણ બન્યો હોવાનું દ્રશ્ય સામે આવ્યું છે. ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલી એક ટ્રક અચાનક કોઈ ટેકનિકલ ખામીના કારણે રસ્તાની વચ્ચે જ બંધ પડી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

- Advertisement -

ટ્રક બ્રિજના મધ્ય ભાગમાં જ ઉભી રહી જતા પાછળથી આવતા નાના-મોટા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અનેક વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવાની નોબત આવી હતી. પરિસ્થિતિ એટલી વિકટ બની કે કેટલાક વાહનચાલકોને રોંગ સાઈડમાં જઈને રસ્તો કાઢવાની ફરજ પડી હતી, જેના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો હતો.

- Advertisement -

વહેલી સવારે લોકો પોતાના કામધંધા અને ઓફિસ સમયસર પહોંચવા માટે ફ્લાયઓવરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ટ્રક વચ્ચે જ અટકી જતા સમગ્ર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. બ્રિજ પર ભારે વાહન અટવાતા બંને તરફ વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી અને અનેક બાઈકચાલકો તથા કારચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ટ્રાફિક હળવો કરવા માટે બનાવવામાં આવેલા આ ફ્લાયઓવર પર જ ટ્રાફિકજામ સર્જાતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular