જામનગર શહેરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન બહાર ગેઈટ પાસે આવેલી ચા ની હોટલ નજીક અગાઉની બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ યુવકને ગાળો કાઢી ફડાકા ઝીંકી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતો અને નોકરી કરતો એઝાજભાઈ અનવરભાઈ સંઘાર (ઉ.વ.21) નામના યુવકને રીઝવાન સાયચા નામના શખ્સ સાથે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી રીઝવાન સાયચા તથા રીયાઝ સાયચા નામના બન્ને શખ્સોએ શનિવારે રાત્રિના સમયે ગાંધીનગર રેલવે સ્ટેશન બહાર એઝાજને આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી અને ફડાકા ઝીંકયા હતાં તેમજ રીયાઝ સાયચાએ પાછળથી આવી ઢીકાપાટુનો માર માર્યો હતો અને રીઝવાને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ ઝેડ એમ મલેક તથા સ્ટાફે ગુનો નોંધી શખ્સોની શોધખોળ આરંભી હતી.