Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાને રૂા. 50.79 કરોડના ખર્ચે નવા 108 વિકાસ પ્રકલ્પોની ભેટ મળી

જામનગર જિલ્લાને રૂા. 50.79 કરોડના ખર્ચે નવા 108 વિકાસ પ્રકલ્પોની ભેટ મળી

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો : રાજ્યના દરેક નાગરિકો સુખી-સમૃદ્ધ બને તે માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી વિકાસની નવી કેડી કંડારી છે-કૃષિમંત્રી

- Advertisement -

શહેરના ટાઉન હોલ ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના 50.79 કરોડના ખર્ચે વિવિધ 108 વિકાસ પ્રકલ્પોનું મંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લોકોની સુખાકારી વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ડબલ એન્જીનની સરકારે સિંચાઈ, કૃષિ, શહેરી વિકાસ, આરોગ્ય, ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રે વિકાસની નવી કેડી કંડારી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસના મંત્રને વરેલી સરકારે રાજ્યના દરેક નાગરિકો સુખી-સમૃદ્ધ બને તે માટે સૌની યોજના, જનધન યોજના, ઉજજવલા યોજના, આયુષ્માન યોજના, અનપુર્ણા યોજના, કિસાન સન્માન યોજના, સાત પગલાં ખેડૂત કલ્યાણના, ટેકાના ભાવે જણસની ખરીદી, સબસીડીના દરે વીજળી સહિતની અનેક યોજનાઓ વડે નાગરીકોની સુખાકારીમાં વધારો કર્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને કારણે નર્મદા ડેમની ઊંચાઈ વધી અને ડેમના દરવાજા મુકાયા જેના પરિણામે આજે રાજ્યમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની છે.નર્મદા નીર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચતા આજે ગુજરાત કૃષિક્ષેત્રે અગ્રેસર બન્યું છે.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતનું વિકાસ ચિત્ર દેશભરમાં પ્રેરણારૂપ બન્યું છે. દેશના અનેક રાજ્યો માટે ગુજરાત મોડલ અનુકરણીય બન્યું છે.વ્યવસાય, શિક્ષણ, કૃષિ, આરોગ્ય સહિતના અનેક ક્ષેત્રે વિકાસના દરવાજાઓ ખોલી ગુજરાત સરકાર મનુષ્યને ડગલે ને પગલે આગળ વધવામાં પૂરક બળ પૂરું પાડી રહી છે.

- Advertisement -

મંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલીકા, શિક્ષણ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ આયોજન વિભાગના વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.જેમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)જામનગર હસ્તકના વિવિધ સાત રસ્તાઓનું રૂ.13.40 કરોડના ખર્ચે ઇ-ખાતમુહૂર્ત, શિક્ષણ વિભાગ જામનગર દ્વારા જિલ્લાની 6 પ્રાથમિક શાળાઓમાં રૂ.1.18 કરોડના ખર્ચે નવા 13 વર્ગખંડોનું ઈ-લોકાર્પણ, જામનગર મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગની 15 નાણા પંચની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત વિવિધ 10 પ્રક્લ્પોનું રૂ.31.94 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત, જામનગર મહાનગરપાલીકાના ઉઅઢ-ગઞકખની 100% ગ્રાન્ટ, અમૃત યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જુદા જુદા ત્રણ પ્રક્લ્પોનું રૂ.2.17 કરોડના ખર્ચે ઈ-લોકાર્પણ, જિલ્લા આયોજન કચેરી જામનગર દ્વારા વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળ રૂ.1.31 કરોડના ખર્ચે 54 વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા રૂ.79 લાખના ખર્ચે 33 વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણનો કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા અને રાજ્યના અનેક વિકાસ કામોના તેઓએ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતાં. કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી શાહે મહેમાનોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું જ્યારે કાર્યક્રમનું સંચાલન હરીદેવભાઈ ગઢવી દ્વારા કરાયું હતું.

- Advertisement -

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ભાવેશભાઇ જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી કન્નર, કાર્યપાલક ઇજનેર છૈયા, સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular