Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર 100% વેક્સીનેશનની નજીક, સૌથી વધુ આ વોર્ડમાં રસીકરણ થયું

જામનગર 100% વેક્સીનેશનની નજીક, સૌથી વધુ આ વોર્ડમાં રસીકરણ થયું

વોર્ડ નં.3 અને 13માં રસીકરણ મુદ્દે જાગૃતતાની જરૂર

- Advertisement -

દેશભરમાં કોરોના મહામારી સામે લડવા માટે 11 મહિનાથી વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતના અમુક શહેરો એવા પણ છે કે જેમાં વેક્સીન લેવા યોગ્ય તમામ લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. જામનગર શહેરની વાત કરવામાં આવે તો કોર્પોરેશનના આંકડાઓ મુજબ 488996 લોકો વેક્સીન લેવા યોગ્ય છે જે પૈકી 474151 લોકો વેક્સીન લઇ ચુક્યા છે. એટલે કે શહેરમાં  96.96% લોકો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ ચુક્યા છે.

- Advertisement -

જામનગરમાં વોર્ડ મુજબ રસીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ રસીકરણ વોર્ડ નં.14માં થયું છે અહિયાં 135% વેક્સીનેશન થયું છે. એટલે કે નક્કી કરેલ ધ્યેય કરતા પણ વધુ રસીકરણ થયું છે. આ ઉપરાંત  વોર્ડ નં.11, વોર્ડ નં.10, વોર્ડ નં.6, વોર્ડ નં.16, વોર્ડ નં.5,વોર્ડ નં.15માં 100%થી પણ વધુ રસીકરણ થયું છે. જે સારી બાબત કહી શકાય. વોર્ડ નં-5 મેયરનો વોર્ડ છે, વોર્ડ નં-11 ડેપ્યુટીમેયરનો વોર્ડ છે, અને વોર્ડ નં.14 સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વોર્ડ છે. જેમના વોર્ડનો સમાવેશ 100 ટકા કરતા વધારે રસિકરણ થયું હોય તે વોર્ડમાં થાય છે. તો વોર્ડ નં.8 100% વેક્સીનેશનની નજીક છે અ વોર્ડમાં હવે 1000 જેટલા લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો છે.

પરંતુ વોર્ડ નં.3 અને વોર્ડ નં.13માં રસીકરણ મુદ્દે લોકોમાં જાગૃતતા લાવવાની જરૂર છે. આ વોર્ડના કોર્પોરેટરો સતત લોકોની વચ્ચે રહીને કામ કરતા હોવાથી લોકો તેમનાથી સંતુષ્ટ પણ છે. છતાં પણ અહિયાં વેક્સીનેશન મુદ્દે લોકોમાં ઓછી જાગૃતતા હોય તેમ લાગી રહ્યું છે. કારણકે આ વોર્ડમાં વેક્સીન લેવા યોગ્ય 25181 લોકો પૈકી હજુ પણ 9હજાર લોકોએ વેક્સીન લીધી નથી.  આ ઉપરાંત વોર્ડ નં.13 પણ એવો છે કે જ્યાં 30273 લોકો પૈકી હજુ સુધી 19967 લોકોએ જ રસી લીધી છે હજુ પણ 10હજાર જેટલા લોકોએ રસીનો પ્રથમ ડોઝ પણ લીધો નથી. વોર્ડ નં.2માં પણ 28891 પૈકી હજુ સુધી 8647 લોકોએ રસીનો એક પણ ડોઝ લીધો નથી. આ વિસ્તારોમાં કોર્પોરેટરો તેમજ કોર્પોરેશને વધારે ધ્યાન આપવાની જરૂર છે. તેમજ જ લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવાની જરૂર છે.

- Advertisement -

જામનગરમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો વોર્ડ વોર્ડ.12 છે. અહિયાં 37897લોકો પૈકી હવે 3700 લોકોએ જ વેક્સીન લેવાની બાકી છે. આ ઉપરાંત વોર્ડ નં.7માં 7હજાર લોકોએ અને વોર્ડ નં.4માં 3765 લોકોએ અને વોર્ડ નં-1માં વેક્સીન લેવા યોગ્ય લોકો પૈકી 5535 લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો નથી. જો આ વોર્ડમાં રસીકરણની કામગીરી ઝડપી બનાવવામાં આવે તો એક સપ્તાહમાં જ 100% લોકો વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ શકે છે. આ તમામ આંકડાઓ 16 જાન્યુઆરીથી 31ઓક્ટોબર સુધીના છે.

તહેવારો પણ નજીક આવી રહ્યા છે માટે લીકોએ વધુ સાવધાન રહીને જલ્દીથી પોતાને સંપૂર્ણ વેક્સીનેટેડ કરીને કોરોના કવચ મેળવી લેવાની જરૂર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular