Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી - VIDEO

જામનગર શહેર કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી – VIDEO

મેયર વિનોદ ખીમસુરીયાના હસ્તે કરાયું ધ્વજવંદન ધારાસભ્યો, કમિશનર, ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત : શિક્ષણસમિતિની શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વોર્ડ નંબર 11 માં શહેર કક્ષાની ઉજવણી મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવી હતી. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર સહિત દેશભરમાં આજરોજ 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11મા લાલવાડી પટેલ સમાજ પાસે, શાળા નંબર 1, જામનગર ખાતે શહેર કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના પ્રથમ નાગરિક અને મેયર વિનોદ ખીમસુરીયા એ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. આ તકે શિક્ષણ સમિતિની શાળાઓના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.

- Advertisement -

આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરીયા, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, કમિશનર ડી.એન. મોદી, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ, ફાયર શાખાના ધર્મેન્દ્રસિંહ, કોર્પોરેટરો અરવિંદભાઈ સભાયા, પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, મનિષભાઈ કટારીયા, ગોપાલભાઈ સોરઠીયા, ધર્મિનાબેન સોઢા, શહેર ભાજપા મહામંત્રી મેરામણભાઈ ભાટુ સહિતના અગ્રણીઓ તેમજ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓ તથા શિક્ષણ સમિતિની શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular