Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરછેલ્લાં ત્રણ દિવસમાં પીજીવીસીએલ દ્વારા 115 લાખની વીજચોરી ઝડપાઈ

છેલ્લાં ત્રણ દિવસમાં પીજીવીસીએલ દ્વારા 115 લાખની વીજચોરી ઝડપાઈ

ત્રીજા દિવસે 35.40 લાખની વીજચોરી ઝડપાઈ: 47 જેટલી ટીમો દ્વારા 78 જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ

- Advertisement -

જામનગર પીજીવીસીએલની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે હાથ ધરાયેલા વીજ ચેકીંગમાં 35.40 લાખની વીજચોરી ઝડપી લીધી હતી. છેલ્લાં ત્રણ દિવસના 115 લાખથી વધુની વીજચોરી પીજીવીસીએલની ટીમે ઝડપી લીધી હતી.

- Advertisement -

વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર અને સુચનાના માર્ગદર્શન હેઠળ જામનગર પીજીવીસીએલની ટીમ દ્વારા છેલ્લાં ત્રણ દિવસથી શહેર-જિલ્લામાં વીજચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ત્રીજા દિવસે પીજીવીસીએલની 47 જેટલી ટીમો દ્વારા 15 એસઆરપી તથા પોલીસ બંદોબસ્ત સાથે જામનગર શહેરમાં કૌશલનગર, હાપા માર્કેટીંગ યાર્ડ, સિલ્વર સોસાયટી, કાલાવડ નાકા બહાર, મોરકંડા રોડ, એકડેએક દરગાહ, જોડિયા ભુંગા, માધાપર ભુંગા સહિતના વિસ્તારો તેમજ દરેડ જીઆઈડીસીમાં વીજચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં કુલ 533 વીજજોડાણોમાં ચેકીંગ હાથ ધરતાં 78 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા. 35.40 લાખના દંડ અને બીલ ફટકારવામાં આવ્યાં હતાં. છેલ્લાં ત્રણ દિવસમાં કુલ રૂા.115 લાખથી વધુની વીજચોરી ઝડપી લેવામાં આવી છે. સતત ત્રણ દિવસથી ચાલતા ચેકિંગને લઇ વીજચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular