Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર ભાજપા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે મૌન મસાલ રેલી -...

જામનગર ભાજપા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે મૌન મસાલ રેલી – VIDEO

બૌધ્ધિક સંવાદનું પણ આયોજન કરાયું : મેયર, ધારાસભ્યો, શહેર ભાજપા પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

જામનગર ભાજપા દ્વારા ગઈકાલે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે બૌધ્ધિક સંવાદ અને મૌન મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના ધારાસભ્ય, શહેર ભાજપા પ્રમુખ સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.

- Advertisement -

જામનગર શહેર ભાજપા દ્વારા ગઈકાલે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત શ્રીમાળી બ્રહ્મ સમાજની વાડી, પંચેશ્વરટાવર રોડ, જામનગર ખાતે બૌધ્ધિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહી કાર્યકરો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ મૌન મસાલ રેલી યોજાઇ હતી. જે શહેરના માર્ગો પર ફરી હવાઈ ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પહોંચી હતી. જ્યાં શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરીયા, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, કોર્પોરેટરો અરવિંદભાઈ સભાયા, પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, મનિષભાઈ કટારીયા, ગોપાલભાઈ સોરઠીયા, ધર્મિનાબેન સોઢા, શહેર ભાજપા મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ હોદેદારો – કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular