જામનગર બાર એસો.ની આગામી તા.16 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં પ્રમુખપદ, ઉપપ્રમુખપદ તથા સેક્રેટરીપદ માટે બે-બે ઉમેદવારો તેમજ જોઇન્ટ સેક્રેટરીપદ માટે ચાર ઉમેદવારો તથા લાઈબ્રેરી સેક્રેટરી અને ખજાનચી માટે ત્રણ-ત્રણ ઉમેદવારો તેમજ કારોબારી માટે 10 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આ ઉમેદવારો માટે તા.16 ના રોજ સવારે 9:30 થી 4:30 વાગ્યા સુધી મતદાન યોજાશે.
જામનગરના બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી સહિતના સાત પદ માટે દર વર્ષની માફક ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં 10 ડિસેમ્બર સુધી ફોમ ભરાયા બાદ સોમવારે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ઉમેદવારની યાદી ફાઈનલ થઇ છે. જેમાં પ્રમુખ પદ માટે ભરતભાઇ સુવા તથા વિક્રમસિંહ જેઠવા ચૂંટણી જંગમાં છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે અશોકભાઈ જોશી તથા ભરતસિંહ જાડેજા સેક્રેટરી પદ માટે જીતેન્દ્રભાઇ ગોસાઈ તથા મનોજભાઈ ઝવેરી, જોઇન્ટ સેક્રેટરી પદ માટે દિપ ચંદારાણા, કિશોરસિંહ ઝાલા, રઘુવીરસિંહ કંચવા તથા વનરાજસિંહ ચુડાસમા, લાઈબ્રેરી સેક્રેટરી માટે અનિલભાઈ પુરી,બ્રીજેશભાઈ ત્રિવેદી, રોહિતભાઈ મકવાણા, ખજાનચી માટે ચાંદનીબેન પોપટ, જયદેવભાઈ ગોહિલ તથા રૂચિરભાઈ રાવલ ચૂંટણી જંગમાં છે.
કારોબારી માટે ભાવેશભાઇ જવાણી, દિપકભાઈ ભાલારા, દિપકભાઇ ગરછર, હુશેનભાઈ ખીરા, હર્ષભાઈ પારેખ, જયેશભાઈ સુરડીયા, ખોડીયા વાઘેલા, મૃગન ઠાકર, નિમીષાબેન ત્રિવેદી તથા સંદિપભાઈ લખીયર ઉમેદવાર છે. જામનગર બાર એસો.ના નોંધાયેલા 865 વકીલો 16 ડિસેમ્બરે મતદાન કરશે. ત્યારબાદ તે જ દિવસે સાંજે પાંચ વાગ્યા પછીથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કમિશનર તરીકે કે.ડી.ચૌહાણ, જોઇન્ટ ચૂંટણી કમિશનર તરીકે મીહિર નંદા, ભરત ગોસાઈ, વિક્રમસિંહ ગોહિલને જવાબદારી સોંપાઈ છે.