Sunday, December 10, 2023
Homeરાજ્યજામનગરસ્થાનકવાસી જૈન સમાજની આસો માસની આયંબીલ ઓળી

સ્થાનકવાસી જૈન સમાજની આસો માસની આયંબીલ ઓળી

- Advertisement -

સ્થાનકવાસી જૈન સમાજના દરેક ફીરકાઓની સંવત 2079 ના આસો માસની શાશ્ર્વતી આયંબીલ ઓળી જામનગર શહેરમાં રાબેતા મુજબના પોઇન્ટ ઉપર તા.20 સુધી ઉજવાશે. જેમાં સ્થાનકવાસી જૈન સંઘ – ચાંદી બજાર – જામનગરના આંગણે ચાર્તુમાસ બિરાજતા પ.પૂ. બા.બ્ર. દયાબાઇ મ.સા. ના સુશિષ્યાઓ પ.પુ. બા.બ્ર. કુંદનબાઈ મ.સ. તથા પ.પુ. બા.બ્ર. હર્ષાબાઇ મ.સ.ની પાવનકારી નિશ્રામાં ઉજવાશે. જેનો આદેશ સંઘે દાતા પરિવાર જામનગર નિવાસી, હાલ મુંબઇ સ્થિત સુષ્માબેન વિરેન્દ્રભાઇ શાહ તથા દેવાંગભાઈ વિરેન્દ્રભાઈ શાહને અપીલ કરી છે.
આ આયંબીલ ઓળીનું સ્થળ રાબેતા મુજબ લોકાગચ્છ વાડી, ચાંદી બજાર મુકામે રાખવામાં આવ્યું છે. જેથી તપશ્ર્વીઓને સવારે 11:30 કલાકથી આ્યંબીલ કરવા પધારવા તથા સમસ્ત જૈન સમાજના કોઇપણ ફીરકાઓના તપશ્ર્વીઓને આ પોઇન્ટ ઉપર તેમની શાતાકારી માટે વિના સંકોચે આંયબીલ કરવા પધારવા દાતા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે તેમ સ્થાનકવાસી જૈન સંઘ – ચાંદીબજાર, જામનગર કમિટી હેમતભાઈ મહેતા અને દિપકભાઇ શાહની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular