Thursday, July 10, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઈરાને ભારતીય નાગરિકો માટે હવાઈ ક્ષેત્ર ખોલ્યુ : 1000 ભારતીય વતન ફરશે

ઈરાને ભારતીય નાગરિકો માટે હવાઈ ક્ષેત્ર ખોલ્યુ : 1000 ભારતીય વતન ફરશે

ઈરાન થશે ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભયાનક તબકકામાં પહોંચી ગયું છે. જેમાં મિસાઈલ હુમલાઓને કારણે નાગરિકો જોખમમાં છે. આ દરમિયાન ઈરાને ભારતીય નાગરિકો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી દીધું છે. આજે 1000 ભારતીય નાગરિકો પોતાના વતન પરત ફરશે.

- Advertisement -

ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે બન્ને દેશો એક બીજા પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. જેના કારણે ત્યાં રહેતાં સામાન્ય નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. પરિણામે ઈરાન ેપોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. પરંતુ, આ દરમિયાન ભારતીય નાગરિકોના સ્થળાંતર માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી દીધું છે અને એક હજાર ભારતીયો આજે રાત્રે ઈરાનથી નવી દિલ્હી પહોંચશે. નાગરિકોના સ્થળાંતર માટે મશહદથી એર ચાર્ટર્ડ ફલાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીયો ઈરાની વિમાન દ્વારા જ ઘરે પરત ફરશે.

જ્યારે સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે, ઈરાન છોડવા માંગતા ભારતીયો માટે ચાર્ટર્ડ ફલાઈટસની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત સરકારે બે દિવસ પહેલાં ઓપરેશન સિંદુર શરૂ કર્યુ હતું. ત્યારે ઈરાન દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ ભારત સરકાર ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના વતન પરત ફરવામાં મદદ કરી રહી છે. ઈઝરાયલ તરફથી વધતા લશ્કરી હુમલાઓને કારણે મધ્ય પુર્વમાં તણાવ ચરમ સીમાએ પહોંચી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular