જામનગર શહેરના મોટા પીર ચોક વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતાં ચાર શખ્સને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 12,020ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતા.
જુગારના દરોડાની મળતી વિગત મુજબ જામનગર શહેરના મોટા પીર ચોક વિસ્તારમાં અકબરશા મસ્જિદ નજીક જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન ઇશાક મામદ રઝબાની, કાદર ઉર્ફે છુક છુક મજિદ બાજરી, તાહેર સૈફુદીન સોની, કાસમ અલી કોફીવાલા નામના ચાર શખ્સને રૂા. 10,020ની રોકડ રકમ તથા ઘોડીપાસાના બે નંગ સહિત ઝડપી લઇ નાશી ગયેલા શબ્બીર મજિદ બાજરિયા સહિતના પાંચ શખ્સ વિરૂઘ્ધ ગુન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.