Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરવિડિઓ : જામનગરમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે અકસ્માતને આમંત્રણ

વિડિઓ : જામનગરમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે અકસ્માતને આમંત્રણ

- Advertisement -

જામનગરમાં મીગ કોલોની પાસે આવેલ જંગલેશ્ર્વર મહાદેવ મંદિર નજીક પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે અકસ્માતને આમંત્રણ આપવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગત વાવાઝોડા દરમિયાન અહીં એક થાંભલો પડી ગયો હતો. જે પીજીવીસીએલના અધિકારીઓની બેદરકારીને પરિણામે હજુ પણ એ જ સ્થિતિમાં હોય, ચોમાસામાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ત્યાંથી થાંભલો દૂર કરવા મંદિરના ભકતજનો અને લત્તાવાસીઓ દ્વારા માંગણી કરાઇ છે.

- Advertisement -

જામનગરમાં પીજીવીસીએલની લાપરવાહીને કારણે અકસ્માતોના નાના મોટા કિસ્સાઓ અવાર-નવાર બનતા હોય છે. જામનગરમાં મીગ કોલોની પાસે આવેલ જંગલેશ્ર્વર મહાદેવ મંદિર ગત વાવાઝોડા દરમિયાન એક થાંભલો પડી ગયો હતો. જેના કારણે અહીંની તળાવની દિવાલને પણ નુકસાન થયું હતું. જે હાલમાં પણ યથાવત છે. ઘણો સમય વીતી જવા છતાં આ થાંભલો હજુ પણ એ જ સ્થિતિમાં પડયો છે અને થાંભલાના વાયરો પણ ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે.

- Advertisement -

ચોમાસુ આવ્યું છે ત્યારે પવન કે વરસાદને કારણે થાંભલાની સાથે ઝાડ પણ પડવાની શકયતા હોય, ઝાડ સાથે બંધાયેલા વાયર પણ ધરાશાયી થઈ શકે છે અને આ જીવંત વાયર જમીન પર પડે તો મોટા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આથી તાત્કાલિક અસરથી આ બાબતની નોંધ લઇ વાયરો અને થાંભલાઓ દૂર કરવા મંદિરના ભકતો તથા લતાવાસીઓ માંગ કરી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular