Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરખાનગી શાળા સંચાલકોની જોહુકમી સામે શિક્ષણ સમિતિ અધ્યક્ષને ફરિયાદ કરી શકાશે

ખાનગી શાળા સંચાલકોની જોહુકમી સામે શિક્ષણ સમિતિ અધ્યક્ષને ફરિયાદ કરી શકાશે

ખાનગી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ-પુસ્તકો સહિતની વસ્તુઓ ચોક્કસ જગ્યાએથી ખરીદવા દબાણ નહીં કરી શકે : જો આવુ દબાણ કરવામાં આવે તો ફરિયાદ કરવી

- Advertisement -

ખાનગી શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને કોઇ ચોક્કસ સંસ્થા કે, એજન્સી પાસેથી જ મટિરિયલ કે, કોઇ ચોક્કસ કંપનીનું મટિરિયલ ખરીદવા માટે દબાણ કરવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષને ફરિયાદ કરવા શિક્ષણ સમિતિ અધ્યક્ષ મનિષ કનખરા દ્વારા જણાવાયું છે.

- Advertisement -

તાજેતરમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને બુટ, ગણેશ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા ઉપર દબાણ ન કરવા નિર્ણય લેવાયો હતો. ખાનગી શાળાઓમાં વાલીની ફરિયાદ રહેતી હોય છે કે, ઉંચી ફી ચૂકવ્યા બાદ પણ ખાનગી શાળાઓ લૂંટ બંધ કરતી નથી. ડ્રેસ-સ્ટેશનરી, બૂટ, પુસ્તકો સહિતની વસ્તુઓ લેવા શાળાઓ ચોક્કસ દુકાનોનો આગ્ર રાખતા હોય છે. જેથી દુકાનદારો પણ વાલીની મજબૂરી સમજીને બે-ત્રણ ગણા ભાવ વસુલતી હોય છે. આ અંગે સરકાર દ્વારા નિયમન લાદવામાં આવ્યું છે. શાળા દ્વારા આ પ્રકારનું દબાણ કરવુ હવે દંડનિય ગુનો બની ચૂકયો છે. ખાનગી શાળાઓ સામે પહેલીવાર રૂા. 10 હજાર ત્યારબાદ દરેક કિસ્સામાં રૂા. 25 હજારનો દંડ વસુલવા સરકાર દ્વારા જોગવાઇ કરવામાં આવી છે. જો પાંચ વખતથી વધુ વખત ફરિયાદ મળશે તો શાળા અને તેની સંસ્થાની માન્યતા રદ્ કરવામાં આવશે.

જો કોઇપણ શાળા આ રીતે દબાણ કરે તો જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી શકાશે. અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગરના અધ્યક્ષ મનિષ કનખરાને મો. નં. 98245 98999 ઉપર વોટ્સએપ અથવા ફોનથી ફરિયાદ કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular