Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરSPG ની ટીમ દ્વારા મહાપાલિકા બિલ્ડિંગમાં નિરીક્ષણ - VIDEO

SPG ની ટીમ દ્વારા મહાપાલિકા બિલ્ડિંગમાં નિરીક્ષણ – VIDEO

વડાપ્રધાનના કાર્યક્રમને લઇને સુરક્ષા વ્યવસ્થા : સ્થાનિક પોલીસ સાથે મહાનગરપાલિકાનું બિલ્ડિંગનું અને પ્રદર્શન મેદાનનું નિરીક્ષણ કર્યું : કમિશનર સાથે મુલાકાત

- Advertisement -

જામનગર શહેરમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશરે 1400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા આવવાના છે. વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે વહીવટી અને પોલીસ તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમમાં કોઇ કચાસ ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી છે. દરમિયાન આજે સવારે SPGની ટીમે સ્થાનિક પોલીસ સ્થાને મહાનગરપાલિકાની બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યુ હતું.

- Advertisement -

10 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રદર્શન મેદાન ખાતે જંગી જનસભાને સંબોધિત કરી જામનગર જિલ્લાના આશરે 1400 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, પોલીસવડા પ્રેમસુખ ડેલુ, કમિશનર વિજયકુમાર ખરાડી અને મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા સહિતના પદાધિકારીઓ સહિતની ટીમો તૈયારીમાં લાગી ગયા છે. દરમિયાન વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા માટે આજે SPGની ટીમ જામનગર આવી પહોંચી હતી અને સ્થાનિક પોલીસ સાથે મહાનગરપાલિકાના બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યુ હતું અને મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડીની મુલાકાત લઇ સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતો મેળવી હતી. ઉપરાંત આ ટીમ પ્રદર્શન મેદાનના સભાસ્થળે પણ પહોંચી ગઈ હતી અને સભાસ્થળનું નિરીક્ષણ અને સુરક્ષા વ્યવસ્થા અંગેની જીણવટભરી વિગતો મેળવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular