Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત શા માટે રહ્યું મતદાનથી દૂર....?

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત શા માટે રહ્યું મતદાનથી દૂર….?

- Advertisement -

ગઇકાલે યોજાયેલી સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ચીન અને યુએઇ સાથે ભારત પણ રશિયા વિરૂધ્ધના પ્રસ્તાવમાં મતદાનથી દુર રહ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ભારતે રશિયાના પગલાનું આડકતરૂ સમર્થન કર્યું. ભારતના આ વલણ પાછળનું કારણ છે, રશિયાનું ભારતને સમર્થન ભૂતકાળમાં પાંચ વખત રશિયાએ સુરક્ષા પરિષદમાં પોતાના વિટો પાવરનો ઉપયોગ કરીને ભારતને મદદ કરી છે. ખાસ કરીને કાશ્મીર મુદ્દે તેમજ પાકિસ્તાન યુધ્ધ મુદ્દે રશિયા ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું હતું. અને વિટો પાવરનો ઉપયોગ કર્યો હતો. જેને કારણે જ કાશ્મીર કયારેય પણ વૈશ્ર્વિક મુદ્દો બની શકયો નહીં. માત્ર દ્વિપક્ષીય મુદ્દો જ બની રહ્યો. બીજી તરફ અમેરિકા, ફાન્સ, બ્રિટન જેવા વીટો પાવર ધરાવતાં દેશોએ ભારતની વિરૂધ્ધમાં પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. ત્યારે એક માત્ર રશિયા જ હતું કે જેેણે પોતાના વિટો પાવરથી ભારતને નુકસાન પહોંચાડનારા પ્રસ્તાવને ખારીજ કર્યા હતાં. આ જ કારણ છે કે ગઇકાલે ભારત રશિયા વિરૂધ્ધ પ્રસ્તાવના મતદાનથી અલગ રહ્યું.

- Advertisement -

શું છે વીટો પાવર:-

5 રાષ્ટ્રો- સંયુક્ત રાજ્ય અમેરિકા, યુનાઈટેડ કિંગ્ડમ, ચીન, ફ્રાંસ અને સોવિયેત સોશિયલિસ્ટ રિપબ્લિક એટલે કે, USSR (જેનો અધિકાર 1990માં રશિયાને મળ્યો)એ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ કારણે જ આ દેશોને સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક વિશેષાધિકાર મળ્યા છે. આ 5 દેશો UNSCમાં સ્થાયી સદસ્ય છે અને તેમના પાસે એક વિશેષ મતદાન શક્તિ પણ છે જે ‘વીટોના અધિકાર’ કે ‘વીટો પાવર’ તરીકે ઓળખાય છે. જો તેમાંથી કોઈ એક એ પણ UNSCમાં નેગેટિવ મત આપ્યો તો પ્રસ્તાવ કે નિર્ણયને મંજૂરી નહીં મળે. સીધા શબ્દોમાં કહીએ તો અમેરિકા, યુકે, ચીન, ફ્રાંસ અને રશિયામાંથી કોઈએ પણ UNSCના કોઈ પ્રસ્તાવ પર વિપક્ષમાં મત આપ્યો તો પ્રસ્તાવ પાસ નહીં થાય. તમામ 5 સ્થાયી સદસ્યોએ વિભિન્ન પ્રસંગે વીટો પાવરનો ઉપયોગ કર્યો છે.

- Advertisement -

ભારતના સમર્થનમાં રશિયાએ ક્યારે વાપર્યો પોતાનો વીટો પાવર :-

શરૂઆતના વર્ષોમાં USSR ઘણી વખત વીટો પાવરનો ઉપયોગ કરતું હતું. એટલો વધારે કે એક રિપોર્ટ પ્રમાણે તત્કાલીન સોવિયેત રાજદૂત આંદ્રેઈ ગ્રોમીકોએ મિસ્ટર ન્યેટ અને વ્યાચેસ્લાવ મોલોતોવને મિસ્ટર વીટોના નામથી ઓળખાતા હતા. તે વર્ષોમાં USSR/રૂસે કુલ 146 વીટો, તમામ વીટોના આશરે અડધાનો ઉપયોગ કરેલો.

- Advertisement -

છેલ્લા કેટલાક વર્ષોમાં USSR/રશિયાએ ભારતના પક્ષમાં પણ વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. કુલ મળીને UNSCના સ્થાયી સદસ્ય તરીકે રૂસે ભારતના સમર્થનમાં 4 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે.

USSRએ પ્રથમ વખત 1957માં કાશ્મીર મુદ્દે ભારત માટે વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. સોવિયેત સંઘના તત્કાલીન નેતા નિકિતા ખ્રુશ્ચેવે 1955માં જ્યારે ભારતનો પ્રવાસ કર્યો ત્યારે કહ્યું હતું કે, મોસ્કો બસ સીમાની પેલે પાર છે અને કાશ્મીરમાં કોઈ પણ પરેશાની થાય તો દિલ્હીએ USSRને માત્ર જાણ કરવાની છે. તેઓ પોતાના શબ્દો પર કાયમ રહ્યા હતા અને પાકિસ્તાને જ્યારે વિસૈન્યીકરણ સંબંધે એક અસ્થાયી સંયુક્ત રાષ્ટ્ર દળના ઉપયોગનો પ્રસ્તાવ મુક્યો અને દ્વિપક્ષીય મુદ્દો એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બનવાની નજીક પહોંચ્યો ત્યારે USSRએ ભારતના પક્ષમાં વીટો પાવરનો ઉપયોગ કર્યો અને પ્રસ્તાવ નામંજૂર થયો.

1961માં રૂસે ભારતના પક્ષમાં વીટો વાપર્યો, ગોવા આઝાદ થયું

1961માં પોર્ટુગલે UNSCમાં ગોવા મામલે એક પત્ર મોકલ્યો હતો. તે સમયે ગોવા પોર્ટુગલને આધીન હતું તથા ભારત તે ક્ષેત્રને મુક્ત કરાવી પોતાના રાષ્ટ્રનો હિસ્સો બનાવવા પ્રયત્ન કરી રહ્યું હતું. પોર્ટુગલે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર લાગુ કરવા પ્રયત્ન કર્યો અને એક પ્રસ્તાવ પ્રસ્તાવિત કર્યો કે ભારતે ગોવામાંથી પોતાની સેના પાછી લેવી જોઈએ.

જાણીને નવાઈ લાગશે કે તે પ્રસ્તાવને અમેરિકા, યુકે અને ફ્રાંસ દ્વારા સમર્થન મળ્યું હતું. જોકે રૂસ ભારતના બચાવમાં આવ્યું અને વીટો પાવરનો ઉપયોગ કર્યો. આમ ભારતના ઉદ્દેશ્ય મજબૂત બન્યા અને 19 ડિસેમ્બર, 1961ના રોજ ગોવા પોર્ટુગલ શાસનમાંથી મુક્ત થયું.

USSRએ 1962માં પોતાના 100મા વીટોનો ઉપયોગ કર્યો હતો અને તે પણ ફરી એક વખત ભારતના પક્ષમાં. UNSCમાં એક આયરિશ પ્રસ્તાવે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે એકબીજા સાથે વાત કરવા આગ્રહ કર્યો હતો. 7 UNSC સદસ્યોએ તેનું સમર્થન કર્યું જેમાં 4 સ્થાયી સદસ્યો હતા- અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને ચીન. ભારતીય પ્રતિનિધિ મંડળે પ્રસ્તાવ સ્વીકાર કરવા ઈનકાર કરી દીધો અને ફરી રૂસી પ્રતિનિધિ પ્લૈટન દિમિત્રિચ મોરોજોવે વીટો પાવરનો ઉપયોગ કરીને પ્રસ્તાવને શૂન્ય બનાવી દીધો.

1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયા બાદ તત્કાલીન પાકિસ્તાની વિદેશ મંત્રી જુલ્ફિાર અલી ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારતીય પ્રતિનિધિ મંડળે વિરોધમાં તેનું બહિર્ગમન કર્યું. પૂર્વ વિદેશમંત્રી કુંવર નટવર સિંહે કાશ્મીર મુદ્દાને લઈ વોકઆઉટને સંયુક્ત રાષ્ટ્ર માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ ઠેરવ્યું.

1971ને છોડીને જ્યારે પણ કાશ્મીર મુદ્દે પ્રસ્તાવ પ્રસ્તાવિત થયા હતા ત્યારે યુએનએસસીમાં કાશ્મીર મુદ્દો નિષ્ક્રિય થઈ ગયો હતો. પરંતુ ડિસેમ્બર 1971માં જ્યારે ભારત બાંગ્લાદેશને મુક્ત કરાવવા પાકિસ્તાન સામે યુદ્ધે ચડ્યું હતું ત્યારે USSRએ તે મુદ્દાને સુનિશ્ચિત કરવા માટે 3 વખત પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે, કાશ્મીર કદી પણ એક વૈશ્વિક વિષય ન બનીને એક દ્વિપક્ષીય મુદ્દો બની રહ્યું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular