Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગોકુલનગરમાંથી છ મહિલા સહિત નવ શખ્સો જૂગાર રમતા ઝડપાયા

જામનગરમાં ગોકુલનગરમાંથી છ મહિલા સહિત નવ શખ્સો જૂગાર રમતા ઝડપાયા

લાલપુરમાં પાંચ શખ્સો તીનપતિનો જૂગાર રમતા ઝડપાયા, બે શખ્સો નાશી જતાં શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર રડાર ગેઈટ પાસેથી છ મહિલા સહિત નવ શખ્સોને પોલીસે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.32,280 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લાલપુરના ચોરબેડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.8200 ની રોકડ રકમનો મુદ્દરામાલ કબ્જે કર્યો હતો. રેઈડ દરમિયાન બે શખ્સો નાશી જતા તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ,

  • પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગોકુલનગર રડાર ગેઈટ પાસે કરીયાણાની દુકાન પાસે શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન ભીખુ પોલા ડાંગર, જેન્તી સવસી પારેજીયા તથા સાગર રતીલાલ આરઠીયા અને છ મહિલા સહિત કુલ નવ શખ્સોને રૂા.32,280 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  • બીજો દરોડો, લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સોમા હરદસ વસરા, નિલેશ કાના વસરા, કાસમ સુલેમાન સમા, સબીર હારુન કુરેશી તથા ગોવિંદ ખીમા વસરા નામના પાંચ શખ્સોને રૂા.8200 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં. તેમજ રેઈડ દરમિયાન મેરામણ ભુરા વસરા તથા દિપક કારુ વસરા નામના બે શખ્સો નાશી જતા તેની શોધખોળ હાથ ધરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular