Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં હવન કર્યાનો ખાર રાખી વિપ્ર યુવાન ઉપર હુમલો

જામનગરમાં હવન કર્યાનો ખાર રાખી વિપ્ર યુવાન ઉપર હુમલો

ફોન કરી ઓફિસે બોલાવ્યો : લાકડાના ધોકા વડે લમધાર્યો : ઢીકાપાુટનો માર મારી ધમકી આપી

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા વિપ્ર યુવાને દરિયાકિનારે મહાકાળી માતાજીના મંદિરે હવન કર્યો હતો. તે બાબતનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વિભાપર રોડ પર આવેલી મધુરમ સોસાયટીમાં રહેતાં ઉદયભાઈ સનતકુમાર વ્યાસ (ઉ.વ.44) નામના વિપ્ર યુવાને દરિયાકિનારે મહાકાળી માતાજીના મંદિરે હવન કર્યો હતો. તે બાબતનો ખાર રાખી હિતેશ ઉર્ફે વાંગો નામના શખ્સે ઉદયને ફોન કરી નાગેશ્વર ચોક પાસે આવેલી તેની ઓફિસે મળવા માટે બોલાવ્યો હતો. ત્યારે ઉદય ઉપર હિતેશ ઉર્ફે વાંગો નામના શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર પી અસારી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular