Monday, October 14, 2024
HomeવિડિઓViral Videoજામનગર શહેરમાં નશામાં ચકચૂર શખ્સે દંગલ મચાવ્યું - VIDEO

જામનગર શહેરમાં નશામાં ચકચૂર શખ્સે દંગલ મચાવ્યું – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રીજ પાસે દારૂના નશામાં ચકચુર બનેલા પરપ્રાંતિય શખ્સે ખોટી ઓળખ આપી દંગલ મચાવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શખ્સને દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શનિવારે રાત્રિના સમયે દિગ્જામ સર્કલ ઓવરબ્રીજ પાસે નશામાં ચકચૂર પરપ્રાંતિય શખ્સ બાઈક પર આવ્યો હતો અને જાહેર રોડ પર નાટક કરી દંગલ મચાવતો હતો. અને લોકોને જુદી જુદી ખોટી ઓળખો આપી રોફ જમાવતો હતો. તે દરમિયાન બનાવની જાણ થતા સિટી સી ડીવીઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને દંગલ મચાવતા શખ્સની પોલીસ દ્વારા પૂછપરછ કરતાં ઉત્તરપ્રદેશનો વતની વિનોદ પાઠક હોવાનું જણાતા પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular