Friday, June 26, 2026
Homeરાજ્યજામનગરબુઘ્ધવિહાર મુકિત આંદોલન અંતર્ગત જામનગરમાં ભૂખ હડતાલ - VIDEO

બુઘ્ધવિહાર મુકિત આંદોલન અંતર્ગત જામનગરમાં ભૂખ હડતાલ – VIDEO

મહાબોધિ મહાવિહાર બૌદ્ધ ગયા બૌદ્ધોને સોપવાની માંગણી સાથે જામનગરના બૌદ્ધ સમુદાય દ્વારા બુઘ્ધ વિહાર મુકિત આંદોલન અંતર્ગત લાલબંગલા સર્કલમાં ભૂખ હડતાલ કરવામાં આવી છે.

- Advertisement -

બૌદ્ધ સંગઠનો દ્વારા આજે દેશભરમાં એક દિવસીય ભૂખ હડતાલનું આંદોલન કરવામાં આવ્યું છે. બૌદ્ધ વિહારએ બૌદ્ધોની આસ્થા અને વારસાનું પવિત્ર કેન્દ્ર છે ત્યારે તેનું સંચાલન બૌદ્ધ ધર્મના વડાને સોપવામાં આવે તેવી માંગ ઓલ ઇન્ડિયા બૌદ્ધીષ્ટ ફોરમ દ્વારા કરવામાં આવી છે. જામનગરમાં લાલબંગલા સર્કલમાં બૌદ્ધ સંગઠનો દ્વારા આજે શુક્રવારે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ભૂખ હડતાલ યોજવામાં આવી હતી. જેમાં સંગઠન સાથે જોડાયેલા લોકો જોડાયા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular