Sunday, April 11, 2021
Homeરાષ્ટ્રીયઇલેકટોરલ બોન્ડના નાણાંનો રાજકીય પક્ષો કઇ રીતે ઉપયોગ કરે છે? નજર રાખવા...

ઇલેકટોરલ બોન્ડના નાણાંનો રાજકીય પક્ષો કઇ રીતે ઉપયોગ કરે છે? નજર રાખવા સરકારને સુપ્રિમ કોર્ટની સલાહ

- Advertisement -

દેશમાં વિવિધ પાર્ટીઓ ઇલેકટોરલ બોન્ડની મદદથી કરોડો રૂપિયા મેળવે છે. આ તોતિંગ નાણાંનો ઉપયોગ રાજકીય પક્ષો દ્વારા કઇ રીતે થાય છે? તેનો જવાબ સરકારે મેળવવો જરૂરી છે. આ નાણાંનો ખોટો ઉપયોગ થાય છે કે કેમ? તે મુદ્ે સરકારે નજર રાખવા માટે કોઇ વ્યવસ્થા ગોઠવી છે કે કેમ? એ મતલબના પ્રશ્ર્નો સુપ્રિમ કોર્ટે સરકારને ગઇકાલે બુધવારે પુછયા હતાં.

- Advertisement -

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડેના અઘ્યક્ષસ્થાન વાળી બેન્ચે દેશના એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલને આ અંગે જરૂરી વિગતો પૂછી હતી. અદાલતે એમ કહ્યું હતું કે, આ પ્રકારના નાણાંનો ઉપયોગ આતંકવાદ જેવી કોઇ પ્રવૃતિઓમાં સંભવિત રીતે થઇ શકે કે કેમ? તે અંગે સરકારે ધ્યાન આપવું જોઇએ. અદાલતે વધારે જણાવતા કહ્યું કે, આ નાણાંનો ઉપયોગ કઇ રીતે થઇ રહ્યો છે? તે અંગે સરકારે પોતાના તરફથી કોઇ અંકુશ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે કે કેમ?

ઇલેકટોરલ બોન્ડ સંબંધિ એક અરજીનો નિર્ણય અનામત રાખીને અદાલતે એટર્ની જનરલને આ અંગે ઉપરોકત પ્રશ્નનો પૂછયા હતાં. રાજકીય પક્ષો પોતાના રાજકીય એજન્ડા સિવાયના કામોમાં પણ આ નાણાંનો ઉપયોગ કરે તેવી સંભાવનાને અદાલત જોઇ રહી છે.આ માટે અંકુશ જરૂરી છે.

- Advertisement -

અદાલતે એવું પણ નિરિક્ષણ કર્યૂ કે, ધારો કે, કોઇ પાર્ટી 100 કરોડ કે તેથી વધુ નાણાં ઇલેકટોરલ બોન્ડ મારફત મેળવે છે. તે નાણાં ગેરકાયદેસરની કોઇ પ્રવૃતિઓમાં ઉપયોગમાં લેવામાં આવતા નથી એ પ્રકારની ખાતરી કઇ રીતે કરી શકાય?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular