Tuesday, April 20, 2021
Homeસ્પોર્ટ્સઆ સ્થિતિમાં IPL કેવી રીતે રમાડી શકાશે ?

આ સ્થિતિમાં IPL કેવી રીતે રમાડી શકાશે ?

- Advertisement -

આઈપીએલ (2021) 14ની શરૂઆત 9 એપ્રિલથી દેશના જુદા જુદા 6 શહેરોમાં થશે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે IPL યુએઈમાં રમાઈ હતે. જોકે આ વખતે કોરોના મહામારી વચ્ચે પણ આ ક્રિકેટ ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હજી તો લીગ શરૂ પણ નથી થઈને સ્ટેડિયમમાં જ કોરોનાના સંખ્યાબંધ કેસ સામે આવવા લાગ્યા છે.

- Advertisement -

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની 10 મેચો રમાવવાની છે. અહીં 10 થી લઈને 25 એપ્રિલ સુધીમાં 10 મેચો રમાશે. પરંતુ આઈપીએલ શરૂ થાય તે પહેલા જ વાનખેડેમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં કોરોનાના 8 કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વાનખેડે સ્ટેડિયમમાં તમામ 19 ગ્રાઉન્ડસ્ટાફના સભ્યોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડીયે આ ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 3 લોકોનો રિપોર્ટ 26 માર્ચે આવ્યો હતો. જેમાં 3 કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતાં. જ્યારે 1લી એપ્રિલે અન્ય 5 લોકો કોરોના સંક્રમિત જણાઈ આવ્યા હતાં.

- Advertisement -

જોકે હજી સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ શકી કે પહેલા રાઉન્ડમાં જે ગ્રાઉંડસ્ટાફ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતાં ત્યાર બાદ અન્યોને તેમનાથી અલગ કરવામાં આવ્યા હતાં કે કેમ? આઈપીએલના આયોજનના થોડા જ દિવસ પહેલા આટલા બધા કેસથી બોર્ડ પણ ગંભીર બન્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular