હોળીના પર્વને અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતે ઉજવાય છે. ફાગણ માસની પુનમની અનેક સ્થળોએ હોળી પ્રગટવવામાં આવતી હોય છે. જેમાં હોળીકાના પુતળા મુકવામાં આવે છે. તો જામનગરમાં હોળીના દિવસે હોળીકાનુ વિશાળ પુતળા તૈયાર કરવામાં આવે છે. અને બાદ તેની શોભાયાત્રા નિકળી છે.

જામનગરમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લા 69 વર્ષથી હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમં હોળીકાનુ આશરે 25 ફુટનુ પુતળુ તૈયાર કરવામાં આવે છે. આ ખાસ પુતળાને તૈયાર કરવામાં આશરે એક માસનો સમય લાગે છે જેમાં કોથળા,સુતરી, ખડ, પીઓપી સહીતની સામગ્રીનો ઉપયોગ થાય છે. અને તેમાં કાપડ પર પેન્ટીંગ કરવામાં આવે છે. જેને વાંજતે-ગાજતે હોળી ચોક સુધી શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવે છે. જેમાં ભોઈસમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે.
વર્ષોથી આ પ્રકાર હોળીકાનુ પુતળાને લઈ નિકળતી શોભાયાત્રાને જોવા લોકો ખાસ ઉપસ્થિત રહે છે. મોટી સંખ્યામાં આ વિસ્તારમાં વસ્તા અને ખાસ ભોઈ સમાજના લોકો ઉત્સાહથી આ પર્વને ઉજવે છે. હોળી અંહીના લોકો માટે ખાસ પર્વ હોવાથી આખુ વર્ષ તેની રાહ જોતા હોય છે. અને શોભાયાત્રામાં ઉત્સાહથી જોડાય છે. ફાગણની પુનમના દિવસે હોળીકાના પુતળાનુ દહન અનેક જગ્યાએ થયુ હોય છે, પરંતુ આ પ્રકારે વિશાળ પુતળાને તૈયાર કરીને તેની શોભાયાત્રા માત્ર જામનગરમાં નિકળે છે. અને બાદ મોડી સાંજે આ પુતળાનુ દહન કરવામાં આવે છે