Friday, September 22, 2023
Homeરાજ્યજામનગરજામનગરમાં સવારે અડધો ઇંચ વરસાદ : ધ્રોલમાં ઝાપટું - VIDEO

જામનગરમાં સવારે અડધો ઇંચ વરસાદ : ધ્રોલમાં ઝાપટું – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં ગઇકાલે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે. ગઇકાલે સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ રહયા બાદ આજે સવારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ જામનગર શહેર તથા ધ્રોલ પંથકમાં આજે સવારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. આજે સવારે 8 થી 10 દરમ્યાન જામનગર શહેરમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું. જયારે ધ્રોલ પંથકમાં 2 મિલીમીટર પાણી વરસ્યું હતું. જયારે ગઇકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમ્યાન પણ જામનગર શહેર અને ધ્રોલ પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. આજે સવારે 8 થી 10 દરમ્યાન વરસેલા વરસાદી ઝાપટાથી જામનગર શહેરમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ સવારનો સમય હોય નોકરીયાત વર્ગોને પણ મુશ્કેલી પડતાં લોકો રેઇનકોટ પહેરી બહાર નિકળતા જોવા મળયા હતા. જયારે શ્રાવણનો સોમવાર હોય વરસતા વરસાદમાં પણ શિવભકતો મંદિરોમાં પહોંચ્યા હતા.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular