Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરશ્રાવણના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભકિતનું ઘોડાપૂર

શ્રાવણના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભકિતનું ઘોડાપૂર

ગઇકાલે રવિવારે કાશી વિશ્વનાથ મંદિરમાં યોજાયા શ્રૃંગાર દર્શન

- Advertisement -

ભોળાનાથને પ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂકયો છે. શિવભકતો ભોળાનાથને રિઝવવા અધીરા બન્યા છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જામનગર શહેરના શિવાલયોમાં શિવભકતોનું ઘોડાપૂર ઉમટી રહયું છે. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર હોય ઝરમર વરસાદ વચ્ચે પણ શિવભકતો મોટી સંખ્યામાં શિવાલયમાં ઉમટયા હતા. અને જલાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી.

- Advertisement -

છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેર હાલમાં શિવમય બન્યો છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શહેરના શિવ મંદિરો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા છે. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારથી જ શિવભકતોની લાંબી લાઇનો મંદિરોમાં જોવા મળી હતી. એક તરફ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા જોવા મળયા હતા. તો બીજી તરફ વરસાદી ઝાપટા વચ્ચે પણ શિવભકતોમાં ભકિતનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાવણનો પ્રથમ સોમવાર હોય શિવાલયોમાં વહેલી સવારથી જ લોકો પૂજા અર્ચન માટે પહોંચી ચૂકયા હતા.

જામનગર શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, ભીડભંજન, સિધ્ધનાથ, બેડેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવમંદિરોમાં શિવભકતો ભોળાનાથને રિઝવવા ભીડ લગાવી હતી અને લાંબી કતારમાં ઉભીને પણ જળાભિષેક, દુગ્ધાભિષેક કરી પૂજા, અર્ચના કરી હતી. તેમજ બિલ્વપત્ર, પૂજા પણ કરી હતી. શ્રાવણ માસ હોય શિવાલયોમાં દરરોજ અવનવા શ્રૃંગાર દર્શન થઇ રહયા છે. જામનગર શહેરમાં આવેલ ચારેય દિશાએથી દર્શન થઇ શકતું એકમાત્ર એવું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ગઇકાલે રવિવારે આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાયા હતા. જેનો શિવભકતોએ મોડી રાત્રી સુધી દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular