Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરહાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કારગિલ વિજય દિવસે શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ...

હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કારગિલ વિજય દિવસે શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ – VIDEO

- Advertisement -

તા. 26 જૂલાઇ એટલે કારગિલ વિજય દિવસ. કારગિલ યુધ્ધમાં ભારતની જીતની વર્ષગાંઠ કે, જ્યારે ભારતના વિર સપૂતોએ જમ્મુ-કાશ્મિરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડયું હતું. ભારતના વિરોએ એ વિજય દિવસ દેશ માટે સૈનિકોની શહાદત ઇતિહાસમાં કાયમ અંકિત થઇ ગયો છે. ત્યારથી તા. 26 જૂલાઇના કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

- Advertisement -

આ તકે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના માજી સૈનિકોએ શહિદ સ્મારક રણમલ તળાવ ગેટ નં. 1 પાર્કિંગ એરીયા જામનગર ખાતે શહિદ સ્મારક ખાતે વિર શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિત માજી સૈનિક મંડળના માજી સૈનિકો અને જવાનોએ હાજર રહી તે શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular