Tuesday, August 16, 2022
Homeરાજ્યગુજરાતગુજરાતને મળ્યાં નવ રાષ્ટ્રિય જલ પુરસ્કાર

ગુજરાતને મળ્યાં નવ રાષ્ટ્રિય જલ પુરસ્કાર

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ વોટર એવોર્ડ 2020ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતને 9 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ત્રીજા રાષ્ટ્રીય જલ શક્તિ પુરસ્કારની જાહેરાત કરી હતી. આ દરમિયાન રાજ્યની કેટેગરીમાં ઉત્તરપ્રદેશને પ્રથમ, રાજસ્થાનને દ્વિતીય, તમિલનાડુને ત્રીજું ઇનામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે પાણી એ જીવનનું મૂળ છે. તેમણે કહ્યું કે ભારતની વર્તમાન પાણીની જરૂરિયાત દર વર્ષે આશરે 1,100 બિલિયન ક્યુબિક મીટર હોવાનો અંદાજ છે, જે 2050 સુધીમાં વધીને 1,447 બિલિયન ક્યુબિક મીટર થવાનો અંદાજ છે.

- Advertisement -

એવોર્ડ સમારોહ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય જળ પુરસ્કારનો હેતુ લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવાનો છે. આ સાથે આ એવોર્ડ દ્વારા લોકોને પાણીના ઉપયોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

જલ શક્તિ મંત્રાલય દ્વારા 2018 માં પ્રથમ રાષ્ટ્રીય જળ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય જળ પુરસ્કારોએ સ્ટાર્ટ-અપ્સ તેમજ અગ્રણી સંસ્થાઓને વરિષ્ઠ નીતિ ઘડવૈયાઓ સાથે વાતચીત અને વાર્તાલાપ કરવાની સારી તક આપી છે. ભારતમાં શ્રેષ્ઠ જળ સંશાધન વ્યવસ્થાપન પદ્ધતિઓ કેવી રીતે અપનાવવી તે સમજાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular