Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાકાળમાં ઓકિસજનના ક્ષેત્રમાં સરકારી સાહસો સારી કામગીરી કરી રહ્યા છે

કોરોનાકાળમાં ઓકિસજનના ક્ષેત્રમાં સરકારી સાહસો સારી કામગીરી કરી રહ્યા છે

- Advertisement -

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, સરકારી સાહસો બહુ સારી રીતે કામગીરી કરતાં હોતાં નથી. તેની સરખામણીએ ખાનગી સાહસો શ્રેષ્ઠ મેનેજમેન્ટ ધરાવતાં હોય છે. પરંતુ દેશની હાલની પરિસ્થિતિમાં સરકારી સાહસો ઓકિસજનના ક્ષેત્રમાં સારી કામગીરી કરી રહ્યા હોવાનું જાહેર થયું છે.

- Advertisement -

સરકારની સ્ટિલ કંપનીઓથી માંડીને ઇજનેરી કંપનીઓ અને રેલ્વે સહિતના સાહસોએ દેશભરમાં ઓકિસજનનો પૂરવઠો જરૂરીયાતમંદો સુધી પહોંચાડવા માટે એક-મેક સાથે હાથ મિલાવ્યા છે. જેના કારણે માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ ઘટયો છે. કિંમતી જીંદગીઓ બચી રહી છે. કેટલાંક સરકારી સાહસો એવાં પણ છે. જેણે હોસ્પિટલોમાં બેડની સંખ્યા, મેડિકલ યુનિટ વધાર્યા છે અને કોરોના દર્દીઓની સારવાર થઇ રહી છે.

સ્ટિલ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ પોતાનું પ્રવાહી મેડિકલ ઓકિસજનનું ઉત્પાદન એપ્રિલના બિજા વિકમાં પ્રતિદિન 500 ટનથી વધારી 1100 ટન કર્યું છે. આ કંપનીએ અત્યાર સુધીમાં 14 ઓકિસજન એકસ્પ્રેસ ટ્રેનોમાં 950 મેટ્રિક ટન ઓકિસજન મોકલાવ્યું છે. આ કંપનીએ ઓકિસજનના ટેન્કર એર લિફટ પણ કર્યા છે. કંપનીએ હોસ્પિટલોમાં ઓકિસજન સુવિધા સાથેની 2500 બેડ પણ વધારી છે.

- Advertisement -

સરકાર સંચાલિત રેલ્વે એ 27 ઓકિસજન ટ્રેન દોડાવીને 1585 મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઓકિસજન એક સ્થળેથી બિજા સ્થળે પહોંચાડયો છે. આ ઉપરાંત અન્ય 463 મેટ્રિક ટન ઓકિસજન પણ જરૂરી સ્થળોએ પહોંચાડયો છે. ઇજનેરી અને ઉત્પાદનના ક્ષેત્રમાં કામ કરતી સરકારી કંપની ભેલ મધ્યપ્રદેશના ભોપાલ ઉપરાંત હરિદ્વાર ખાતે મેડિકલ ઓકિસજન પહોંચાડી રહી છે.

આ ઉપરાંત ગેસ પ્રોસેસીંગ અને વિતરણમાં કામ કરતી ગેઇલ નામની કંપનીએ 10 સ્થળોએ ઓકિસજનનું ઉત્પાદન કરતાં પ્રેસર સ્વિંગ એબ્સોર્પશન પ્લાન્ટ બનાવ્યા છે. આ ઉપરાંત આઇઓસી કંપની દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ઓકિસજન સપ્લાય કરી રહી છે. આ કંપનીએ પોતાના વપરાશમાં ન હોય એવાં એલએનજી ટેન્કરોને ઓકિસજન વહન માટે જોડી દીધાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular