Monday, August 31, 2026
Homeરાજ્યજામનગરબોળચોથ નિમિતે જામનગરમાં ગૌમાતાની પૂજા - VIDEO

બોળચોથ નિમિતે જામનગરમાં ગૌમાતાની પૂજા – VIDEO

શ્રાવણવદ ચોથના પવિત્ર દિવસે બહેનો દ્વારા બોળચોથની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગૌમાતાનું પૂજન-અર્ચન કરાઇ છે.

- Advertisement -

આજે બોળચોથ નિમિતે જામનગરમાં ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બોળચોથને ગૌમાતા અને વાછરડાની પૂજા માટે વિશેષ મહત્વ ધરાવતો દિવસ માનવામાં આવે છે. બોળચોથના દિવસે મહિલાઓ વ્રત રાખી ઘઉંની વાનગી તથા સમારેલુ શાક ખાતી નથી માત્ર મગ ખાવામાં આવે છે. આજે જામનગર શહેર જિલ્લામાં બોળચોથની ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ગૌમાતા અને વાછરડાની પૂજા અર્ચના કરી હતી. સતવારા સમાજ દ્વારા ગોકુલનગર રડાર રોડ પર આવેલ સતવારા સમાજની વાડીમાં બોળચોથ નિમિતે સમુહ ગૌમાતા પૂજાનું આયોજન કરાયુ હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી ગૌમાતાની પૂજા કરી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular