Monday, August 31, 2026
HomeવિડિઓViral Videoતહેવારોમાં દરિયાકિનારે જાવ છો? તો સાવધાન! દમણમાં બાળકી ડૂબતા બચી, જુઓ લાઈફગાર્ડનો...

તહેવારોમાં દરિયાકિનારે જાવ છો? તો સાવધાન! દમણમાં બાળકી ડૂબતા બચી, જુઓ લાઈફગાર્ડનો જાંબાઝ રેસ્ક્યૂ VIRAL VIDEO

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર ડીડી ન્યુઝ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ વિડિયોમાં દમણના દરિયાકિનારે સર્જાયેલી એક ગંભીર ઘટના સામે આવી છે. દરિયામાં નાહતી વખતે એક ૭ વર્ષની માસૂમ બાળકી અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈને ડૂબવા લાગી હતી.

- Advertisement -

ઘટના સમયે સ્થળ પર હાજર રહેલા સતર્ક લાઈફગાર્ડ ‘સુજલ માંગેલા’એ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત કામગીરી દર્શાવી હતી. તેમણે જીવના જોખમે પાણીમાં ઝંપલાવીને બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. હાલ તહેવારો અને રજાઓની સિઝન ચાલતી હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરિયાકિનારે અને પ્રવાસન સ્થળોએ ફરવા માટે ઊમટી પડતા હોય છે. આવી સ્થિતિમાં દરિયાના ઊંડા પાણીમાં જવું કે દરિયાઈ મોજાઓની તીવ્રતાને અવગણવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

- Advertisement -

પ્રવાસ દરમિયાન દરિયાકિનારે જતી વખતે ખાસ કરીને બાળકોની સુરક્ષા પ્રત્યે વિશેષ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. પ્રવાસીઓએ લાઈફગાર્ડની સૂચનાઓનું કડકપણે પાલન કરવું જોઈએ જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular