Saturday, June 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયફૂટપાથ લોકોનો બંધારણીય અધિકાર : સુપ્રિમ

ફૂટપાથ લોકોનો બંધારણીય અધિકાર : સુપ્રિમ

દબાણોથી નારાજ સર્વોચ્ચ અદાલતે રાજયોની સરકારોને આડે હાથ લીધી

ફૂટપાથ પર આજે દબાણો અને વાહનોના પાર્કીંગ જોવા મળે છે. ત્યારે સુપ્રિમ કોર્ટે મહત્વનો ફેસલો આપતા જણાવ્યું હતું. બંધારણની ધારા 21 અંતર્ગત લોકોનો ફૂટપાથ પર ચાલવાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટે દેશભરમાં રસ્તાઓ ફૂટપાથના અભાવ અને દબાણ પર રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોની સરકારને આડેહાથ લઈ ટીકા કરી હતી.

- Advertisement -

જસ્ટીસ અભય એસ.ઓકા અને ઉજજવલ ભુઈયાની પીઠે દિલ્હી સહિત બધા રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોમાં પગપાળા યાત્રીઓ માટે ફૂટપાથ ન હોવાથી કે તેના પર દબાણ થઈ જવાથી સખત રાજયોમાં પગપાળા યાત્રીઓ માટે ફૂટપાથ ન હોવાથી કે તેના પર દબાણ થઈ જવાથી સખ્ત નારાજગી જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે બધા રાજયો કેન્દ્ર શાસીત પ્રદેશોમાં પગપાળા ચાલતા લોકો માટે રસ્તાનાં કિનારે ફૂટપાથ નિશ્ર્ચિત કરવાનો નિર્દેશ કર્યો હતો.કેન્દ્ર સરકારને પણ પોતાના નિર્દેશને બે મહિનામાં કોર્ટનાં રેકોર્ડમાં રાખવાનું કહ્યું હતું.જજ અભય એસ.ઓકાએ જણાવ્યું હતું કે ફૂટપાથનાં અમલમાં લોકોને ફૂટપાથ પર ચાલવા મજબુર થવુ પડે છે. આથી લોકો દુઘર્ટનાનો શિકાર બની જાય છે.

સુપ્રિમ કોર્ટે ફૂટપાથ પરથી દબાણ હટાવવાનો આદેશ આપતા જણાવ્યું હતું. કે બંધારણની કલમ 21 અંતર્ગત પગપાળા ચાલતા લોકો માટે ફૂટપાથનો ઉપયોગ કરવો ગેરેંટી સાથેનો અધિકાર છે. દિલ્હી સહીત દેશના અનેક શહેરોમાં ફૂટપાથ પર દબાણ મોટી સમસ્યા છે. અરજદારે જણાવ્યું છે કે દેશમાં ઉચિત ફૂટપાથોની કમી અને દબાણનાં કારણે લોકોને રસ્તા પર ચાલવૂ મુશ્કેલ બને છે અને રસ્તા પર ચાલવુ પડે છે. આથી લોકો અકસ્માતનો શિકાર અરજીમાં જણાવાયું છે કે સતાવાળાઓ દબાણ સામે કાર્યવાહી નથી કરતા. સુપ્રિમ કોર્ટે ફૂટપાથ મુદે દિવ્યાંગોનાં ખ્યાલ રાખવાનું કહ્યું છે. બેન્ચે કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડની રચના માટે 6 મહિનાનો સમય આપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular