Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરઅન્ય હોસ્ટેલમાં તબીબને મળવા ગયેલા પાંચ મહિલા તબીબને દોઢ લાખનો દંડ... -...

અન્ય હોસ્ટેલમાં તબીબને મળવા ગયેલા પાંચ મહિલા તબીબને દોઢ લાખનો દંડ… – VIDEO

ચીફ વોર્ડન દ્વારા ચેકિંગ દરમિયાન હોસ્ટેલ ખુલ્લી જણાઈ: તબીબોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આર્થિક દંડની સજા માફ કરાઇ

જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી મહિલા તબીબો અન્ય તબીબ મિત્રને મળવા બીજી ગર્લ્સ હોસ્ટેલમાં ગયા હતાં આ મામલે ચીફવોર્ડન દ્વારા દોઢ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગરની એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજમાં એબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરનાર ચાર મહિલા તબીબ તેના અન્ય તબીબ મહિલા મિત્રને તેઓની હોસ્ટેલના રૂમમાં મળવા ગઈ હતી તે દરમિયાન પુરૂષોના ચીફ વોર્ડના ચેકીંગ દરમિયાન હોસ્ટેલ ખુલ્લી જોવા મળી હતી. તેથી ચીફ વોર્ડન દ્વારા આ પાંચ મહિલા તબીબોને દોઢ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ આ રિપોર્ટમાં મેડીકલ કોલેજના ડીન ડો. નંદિનીબેન દેસાઈ દ્વારા જિલ્લા કલેકટરને મોકલવામાં આવ્યો હતો. આ બનાવમાં ડીન દ્વારા મહિલા તબીબોના ભવિષ્ય અને પ્રથમ વખત ભૂલ થઈ હોવાનું ધ્યાનમાં રાખીને પાંચ તબીબ મહિલાઓને ફટકારેલો દોઢ લાખનો દંડની સજા સ્થગિત કરવામા આવી હતી. નિયમ મુજબ એમબીબીએસની પરીક્ષા પુરી થઈ ગઇ હોય જેથી હોસ્ટેલ ખાલી કરવાનો નિયમ છે પરંતુ ચીફ વોર્ડનના ચેકિંગમાં હોસ્ટેલ ખુલ્લી જણાતા શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતાં. તેમજ આ પ્રકરણમાં ફટકારવામાં આવેલી આર્થિક દંડની સજા માફ કરી દેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular