Sunday, November 27, 2022
Homeખબર સ્પેશીયલશાળાનો પ્રથમ દિવસ

શાળાનો પ્રથમ દિવસ

- Advertisement -

(અનેક અટકળો, થોડી ગભરાટ અને એક અલગ લાગણીના ઉન્માદ સાથેનો, જીવનનો નવો પરિચય.)
થોડી ગભરાટ અને નવી લાગણીઓનું, એ તો છે શાળાનું તારણ,
અંતે યાદો અને આધ્યાત્મિકતા સાથે જીવવાનું, એ તો છે જીવનનું કારણ.

- Advertisement -

સરસ્વતી, જેને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. જીવનમાં સમય પ્રમાણે તબક્કા બદલાતા રહે છે અથવા તો તબક્કા પ્રમાણે સમય બદલાતો રહે છે. શિક્ષણ, કે જેને આપણે જીવનનો પ્રાથમિક તબક્કો માણતા હોઈએ છીએ અને એ પ્રાથમિક તબક્કો, જીવનના મૂળભૂત અને મહત્વનો તબક્કો પણ છે. જ્ઞાન, જેમાં જીવનનો સમગ્ર આધાર રહેલો છે અને એ જ્ઞાનની શરૂઆત, હંમેશા જીવનના પ્રાથમિક તબક્કા એટલે કે શિક્ષણથી શરુ થાય છે. બાળક અને શિક્ષણ, જે એકબીજાના પૂરક છે, તે વાત સાથે આપણે સહુ સહમત થઈશું. બાળકના સર્વાંગી વિકાસમાં, તેમની બુદ્ધિનો પણ વિકાસ થતો હોય છે, ત્યારે માતા-પિતાની હૂંફ વગર, દૂર જવું, તેના માટે એક પડકાર ગણાતો હોય છે, ત્યારે શાળામાં માતા-પિતા અને તેમના મિત્ર એટલે કે રમકડા અને ઘર છોડીને શાળામાં જ્ઞાન માટે ભણવા જવું, જે પડકારથી પણ વિશેષ કહી શકાય અને એ શાળા માટેના અનેક સવાલો, બાળકની આસ-પાસ, વંટોળની જેમ ફરતા હોય છે અને ત્યારે તેમનું કુમળું માણસ, શું વિચારે, એ તો બાળક અને તેમનું માનસ જ જાણતું હોય છે.

શાળાનો માહોલ શું હશે? શાળાનું વાતાવરણ કેવું હશે? શિક્ષક કેવા મિજાજના હશે? માતા-પિતાની ગેર હાજરીમાં મારું શું થશે? નવા મિત્રો બનશે કે શું? નવા મિત્રોનો સ્વભાવ કેવો હશે? વગેરે જેવા તમામ નિર્દોષ સવાલો થતા હોય છે અને એ તમામના જવાબમાં, જયારે માતા-પિતા કે પરિવારમાંથી કોઈ પણનું આશ્વાસન મળતું હોય છે અને એ આશ્વાસન ગભરાટની સાથે, થોડી રાહત પણ આપે છે. શાળાના અતિ લાંબા સમયમાં, જલ્દી ઘેર જવા ક્યારે મળશે? રિસેસ સમય શું હશે? અથવા તો રિસેસ સમય, જલ્દી આવે, તેવી નિર્દોષ મનોકામના પણ કુમળું માનસ રાખતું હોય છે. શિક્ષકની વઢ અને સજાથી દૂર રહેવા, કોઈ પણ બાળક ઇચ્છતું હોય છે. ઉપરાંત માતા-પિતા પરત, લેવા ક્યારે આવશે? અથવા નહી આવે તો? આ સવાલ કોઈ પણ બાળકને, શાળાના પ્રથમ દિવસે અચૂક થતો હોય છે અને ત્યારબાદ એ વિચારમાં થોડો ભાવુક પણ થતો હોય છે.

- Advertisement -

જયારે શાળાના પ્રથમ દિવસની ઉતેજનાની વાત કરીએ તો, સ્વપ્ન અને લક્ષ્યાંકને સિદ્ધ કરવા, એક ડગલું આગળ વધતું હોય છે. વળી શાળામાં નવા મિત્રો અને તેની સાથેના મૈત્રી કરારો કરવાની પણ મજા અલગ હોય છે. નવું વાતાવરણ મળશે, ઘરથી દૂર મિત્રો સાથે થોડા તોફાન મસ્તી કરવાની છૂટ મળશે. ઉપરાંત રિસેસમાં, ઘરમાંથી બનાવેલું ‘લંચ બોક્સ’માં નવી નવી વાનગી ચાખવા મળશે. શાળામાં કરાવેલું લેશન તથા જ્ઞાન, જયારે ઘરલેશનમાં આપશે, ત્યારે તે ‘વહેલું’ અને ‘સારી રીતે’ પૂર્ણ કરવાનું ઇનામ મળશે. નવા ચોપડા અને ચોપડીઓ સાથેનો વાર્તાલાપ થશે. મિત્રો સાથે નવી યાદગીરીઓ બનશે. નવા પાઠ્યપુસ્તક તથા નવી સામગ્રીઓ સાથેનો પરિચય થશે અને સૌથી મહત્વનું કે નવા કપડાઓ થકી, યુનિફોર્મ મળશે અને તેની સાથેનું નવું બેગ પણ મળશે.

બોર્ડ અને ચોક વચ્ચેના ઘર્ષણ દ્વારા નવું જ્ઞાન મળશે. નવી રમતો અને નવા અને આકર્ષક ઉપકરણોથી શીખવા અને જાણવા મળશે. નવી વોટર બેગમાં પાણી પીવા મળશે. પરિવાર તથા કોઈ નવા વાહનના શાળામાં જવા મળશે. વર્ગ ખંડમાં મોટા લાઈટ અને પંખા સાથેના તોફાન કરવા ગમે. મિત્રો સાથે અલગ-અલગ લંચ બોકસમાં નાસ્તો કરવા મળે. મિત્રો સાથે બાકડે બેસીને તોફાન મસ્તી કરવા ગમે. માતા-પિતા અથવા પરિવારમાંથી કોઈ પણ પરત લેવા આવે ત્યારે, સમગ્ર વાત કરવાનો ઉત્સાહ અલગ હોય છે. મિત્રો સાથે સમય પસાર કર્યાનો આનંદ અને ઉન્માદ અલગ હોય છે. નવા મિત્રો સાથેની ગોષ્ઠી, ઘેર કહેવાનો ઉત્સાહ પણ અલગ હોય છે અને શિક્ષક સાથે, જે સમય પસાર કર્યો હોય અને એ સમયમાં જે શિખ્યા હોઈએ, તે કહેવાની લાગણી જ અલગ હોય છે.

- Advertisement -

કોઈના જીવનનો યાદગાર પ્રસંગ છે, તો કોઈના જીવનની વૃદ્ધ અવસ્થામાં પણ એ આધ્યાત્મિકતા છે અથવા કોઈનું જીવન એ જ છે. કોઈ પણ પીઢ, યુવાન કે વૃદ્ધ વ્યક્તિને પૂછીએ કે શાળાનો પ્રથમ દિવસ શું અને કેવો હતો? તો આજે પણ લાગણી થકી, જયારે આંખ પલળે, તો સમજવું કે એ એમના જીવનનો પ્રથમ આધ્યાત્મિક અને પવિત્ર અવસર છે. શાળામાં પ્રથમ વખત જવા માટે, જે અચકાટ અને ભય ઉત્પન્ન થતા હોય છે, એટલા જ શાળા છોડવા માટે પણ એ જ ભય અને અચકાટ થતા હોય છે. બસ બંને સ્થિતિ અને અવસ્થા અલગ છે. આજ પણ કોઈ વ્યક્તિને એમની શાળાના પ્રથમ દિવસ પર બોલવાનું કહીએ અથવા કંઈ પૂછીએ, તો આજે પણ એ કહેતા અથવા બોલતા, જયારે એમની લાગણીનો સ્પર્શ થાય ત્યારે સમજવું કે એમના જીવનની અતિ ઉચ્ચ અને યાદગાર ક્ષણો હતી, જે આજ પણ કહેતા હૈયું ઉભરાય છે.

આજ પણ એ દિવસ એટલો નિર્દોષ છે,
જીવનમાં થવા બાદલ આપણને એ સંતોષ છે,
આજ પણ એ દિવસ પર અચકાટ થવા બદલ રોષ છે,
આજ પણ એ ક્ષણોનો આનંદ, આપણા જીવનનો પૂરતો સંતોષ છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular