Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીય1 જુલાઇથી પ્લાસ્ટિકની આ વસ્તુઓ વાપરતા નહીં, નહીં તો ભરવો પડશે તોતિંગ...

1 જુલાઇથી પ્લાસ્ટિકની આ વસ્તુઓ વાપરતા નહીં, નહીં તો ભરવો પડશે તોતિંગ દંડ

- Advertisement -

આગામી 1 જુલાઇથી કેન્દ્ર સરકાર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધની કડક અમલવારી કરવા જઇ રહી છે. આ અંગે દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુચના આપી દેવામાં આવી છે. જેના આધારે ગુજરાત સહિતના રાજયોના પ્રદુષણ નિયંત્રણ વિભાગો દ્વારા નોટીફિકેશન જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચિજવસ્તુઓના ઉપયોગ પર મસમોટા દંડની તેમજ સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે. જો આપ લગ્ન સમારંભ તેમજ અન્ય કોઇ કાર્યક્રમોમાં પ્લાસ્ટિકના ગ્લાસ, ચમચી, ડીસ જેવી ચિજ વસ્તુઓનો ઉપયોગ કરતાં હો તો ચેતી જજો…1 જુલાઇ બાદ જો આવી વસ્તુઓનો ઉપયોગ કરતાં ઝડપાસો તો તોતિંગ દંડ ભરવો પડશે. એટલું જ નહીં આવી વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેની પણ કડક અમલવારી કરવાની સુચના આપી દેવામાં આવી છે.

- Advertisement -

કેન્દ્ર સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક, ખાસ કરીને પ્લાસ્ટિકની કોથળી અને પાણીની બોટલોથી પર્યાવરણને થઈ રહેલા નુકસાનને રોકવાની દિશામાં મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઇઝરી જારી કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઉત્તરોત્તર બંધ કરવાની સલાહ આપી છે.

 

- Advertisement -

સરકારનુ કહેવુ છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલયના આદેશો અનુસાર દેશના 4,704માંથી 2,591 શહેરી સ્થાનિક એકમોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને પહેલાથી પ્રતિબંધિત કરી રાખ્યા છે. બાકીના 2,100થી વધારે એકમો પણ 30 જૂન સુધી ગમે તેમ કરીને આની પર પ્રતિબંધ લાગુ કરે.

 

- Advertisement -

એડવાઇઝરીમાં કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 30 જૂન સુધી ગતિવિધિઓ શરૂ કરવાનુ કહ્યુ છે. ખાસકરીને પ્લાસ્ટિકની કોથળી અને પાણીની બોટલવાળા કચરાની સફાઈ માટે મોટા માટે સકાઇ અભિયાન ચલાવવાનુ કહેવાયુ છે. અત્યારે સ્વચ્છ ભારત મિશન-શહેરી 2.0 હેઠળ આવાસ અને શહેરી મામલાનુ મંત્રાલય જે કામ કરી રહ્યુ છે, તેમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નાબૂદી સામેલ છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ છે કે સન્નાઈ કાર્યમાં ઝડપ માટે એસયૂપી હોટસ્પોટની ઓળખ અને તેમને નષ્ટ કરવુ જરૂરી છે. એડવાઇઝરીમાં પ્રતિબંધોને લાગુ કરવાના મુદ્દે આનાકાની કરનારા પર ભારે દંડ ફટકારવાની સલાહ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular