Thursday, June 25, 2026
Homeરાજ્યજામનગરવસઇ નજીકની સ્વાન સ્વીટસમાં પ્રાથમિક તપાસમાં ફાયર સેફટીના સાધનો જોવા ન મળ્યા...

વસઇ નજીકની સ્વાન સ્વીટસમાં પ્રાથમિક તપાસમાં ફાયર સેફટીના સાધનો જોવા ન મળ્યા : ફાયર વિભાગ

ગઇકાલે ગોડાઉનમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી : 100થી વધુ લોકો આજુબાજુ હાથ હોય સદનસીબે મોટી દુઘર્ટના ટળી : કોઇ જાનહાની સર્જાઇ હોત તો જવાબદાર કોણ?

જામનગરના વસઇ ગામ પાસે આવેલ ચોકલેટ બનાવતી કંપનીના ગોડાઉનમાં ગઇકાલે અકસ્માતે આગ લાગી હતી. અહિં આજુબાજુમાં 100 થી 150 લોકો પણ હાજર હોય જેના પગલે દોડધામ મચી ગઇ હતી. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા ન હોવાનું પણ ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આગમાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ કંપનીની આ બેદરકારી મોટી દુઘર્ટના સર્જી શકે તેવું સામે આવ્યું છે.

- Advertisement -

જામનગર ખંભાળિયા હાઇવે ઉપર વસઇ ગામ નજીક આવેલી સ્વાન સ્વીટસ નામની ચોકલેટ બનાવવાની કંપનીમાં ગઇકાલે બપોરના સમયે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર કંપનીનું ગોડાઉન બનાવેલુ હોય તેમાં ચોકલેટના કાગળો પડયા હોય તેમાં કોઇ કારણોસર આગ લાગી હતી. આ આગ લાગવાની ઘટના સર્જાઇ ત્યારે કંપનીની આજુબાજુમાં 100થી 150 લોકો હાજર હોવાનું જણાવ્યું હતું તેમજ આ કંપનીમાં ફાયર સેફટી માટે કોઇ સાધનો જોવા મળ્યા ન હોવાનું પણ ફાયર વિભાગે જણાવ્યું હતું અને આ બાબતે વધુ તપાસ ચાલતી હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

ત્યારે ચોકલેટ બનાવવાની કંપની હોય આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હોય ફાયર સેફટીના સાધનો જો ન હોય તો આવા આકસ્મિક સંજોગોમાં મોટી દુઘર્ટના સર્જાઇ શકે છે સદનસીબે ગઇકાલે આગની દુઘર્ટનામાં કોઇ જાનહાની થઇ હતી પરંતુ જો કોઇ અનિચ્છનીય ઘટના થઇ હોત તો જવાબદાર કોણ? કંપનીની બેદરકારી કર્મચારીઓ માટે જાન લેવા સાબીત થઇ શકે છે. આ સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગની તપાસ બાદ વધુ ખુલાસા સામે આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular