જામનગરના શરૂ સેકશન રોડ ઉપર સીએનજી રિક્ષામાં અકસ્માતે આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી.
જામનગરના શરૂ સેકશન રોડ ઉપર જલ ભવન નજીક આજે સવારે સીએનજી રીક્ષામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. સીએનજી રિક્ષા આગમાં સપડતાં બળીને ખાખ થઇ હતી. જો કે, સદ્નસિબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. આ ઘટનાની ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.