Saturday, October 12, 2024
Homeરાષ્ટ્રીય100 કરોડ ડોઝ એક આંકડો નહી, નવો અધ્યાય છે, જાણો પીએમ મોદીના...

100 કરોડ ડોઝ એક આંકડો નહી, નવો અધ્યાય છે, જાણો પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ નરેન્દ્ર મોદીએ ટ્વીટરમાં પોતાનું પ્રોફાઈલ પણ બદલ્યું

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 વાગ્યે દેશવાસીઓને સંબોધિત કર્યા. તેઓએ જણાવ્યું કે  ગઈકાલના રોજ ભારતે કોરોનાની રસીના 100 કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરી છે. જેને લઇને તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા.

- Advertisement -

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 21 ઓક્ટોબરે ભારતે 100 કરોડ રસી ડોઝનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું છે. આ સિદ્ધિ પાછળ 130 કરોડ દેશવાસીઓની કર્તવ્ય શકિત લાગી હતી, તેથી આ સફળતા ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે.આજે ઘણા લોકો ભારતના રસીકરણ કાર્યક્રમની તુલના વિશ્વના અન્ય દેશો સાથે કરી રહ્યા છે. ભારતે જે ગતિથી 100 કરોડનો આંકડો પાર કર્યો, તેની પણ પ્રશંસા થઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે જયારે 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી ત્યારે ભારત પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા. કે શું ભારત આ વૈશ્વિક મહામારી સામે લડી શકશે. ભારત અન્ય  દેશોમાંથી વેક્સિન લેવા માટે આટલા પૈસા ક્યાંથી લાવશે.અને ક્યારે ભારતને રસી મળશે. આવા વિવિધ પ્રશ્નો સામે ભારતમાં વેક્સિનના 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે તે તમામ સવાલોના જવાબ છે. અને અપણા માટે લોકશાહીનો અર્થ છે બધા નો સાથ.

- Advertisement -

ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટમાં પ્રોફાઈલ બદલ્યું છે. જેમાં જોઈ શકાય છે કે દેશના તિરંગા સાથે 100 કરોડ વેક્સિન ડોઝ દેખાય છે.

PM Narendra Modi Twitter Profile

પીએમએ તેમના સંબોધનમાં જે રીતે દેશે એકજૂટ  થઇને તાળી અને થાળી વગાડી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે ભારતે તેની એકતા ઉજાગર કરવા માટે તાળી અને થાળી વગાડી ત્યારે અમુક લોકોને લાગતું હતું કે શું આનાથી કોરોના જતો રહેશે. પરંતુ તેમાં દેશની એકતા દેખાઈ હતી.

- Advertisement -

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતને જે ફાર્મા હબની ઓળખ મળી છે તેનાથી મજબૂતી મળશે. બાદમાં તેઓએ તમામ દેશવાસીઓને દિવાળીના તહેવારની શુભેચ્છાઓ પણ પાઠવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular