Monday, October 7, 2024
Homeરાજ્યખંભાળિયામાં પીધેલી હાલતમાં દંગલ કરતાં ઝડપાયેલા પોલીસકર્મી સસ્પેન્ડ

ખંભાળિયામાં પીધેલી હાલતમાં દંગલ કરતાં ઝડપાયેલા પોલીસકર્મી સસ્પેન્ડ

- Advertisement -

ખંભાળિયામાં ધમધમતા વિસ્તારમાં મોડી રાત્રીના સમયે કારમાં જઈ રહેલા પીધેલા પોલીસ કર્મીએ દંગલ સર્જતાં આ સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણમાં ખંભાળિયાની પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની એવા એ.એસ.આઈ. હસમુખભાઈ હીરાભાઈ પારઘીએ તાજેતરમાં દશેરાની રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં મોટરકારમાં અન્ય એક શખ્સ સાથે નીકળી અને અહીંના રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં એસ.ઓ.જી. કચેરી નજીક રાવણ દહન જોઈને આવતા બે તરૂણોને વગર વાંકે બેફામ માર મારતા ભારે દેકારો આ પ્રકરણની જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ ગંભીર નોંધ લઇ અને રાજાપાઠમાં ઝડપાયેલા હેડ કોસ્ટેબલ હસમુખ પારઘીને ઓખા ખાતે બદલી કરી, સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આ સમગ્ર પ્રકરણ પોલીસ બેડામાં પણ ભારે ચર્ચાસ્પદ બની રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular