Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતકાલથી વિધાનસભાનું અંતિમસત્ર

કાલથી વિધાનસભાનું અંતિમસત્ર

ઢોર નિયંત્રણો કાયદો પરત લેશે સરકાર

- Advertisement -

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર આવતીકાલથી ગાંધીનગરમાં મળી રહયું છે. વર્તમાન ચૂંટાયેલી પાંખના કાર્યકાળનું આ અંતીમ સત્ર છે. જેમાં ઇમ્પેકટ ફી સહીતના વિધેયકો રજુ થાય તેવા એંધાણ છે. જયારે માલધારીઓના વિરોધ વચ્ચે ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવામા આવશે. જુદા-જુદા સંગઠનોના સરકાર સામેના આંદોલનથી ગાંધીનગર ગાજી રહયું છે. કર્મચારીઓ પોતાની માંગણીને વધુ વાચા આપવા સત્ર સમયે વિધાનસભાને ઘેરાવ કરવાના મુડમાં જણાય છે. પોલીસે વિધાનસભા ભવન અને આસપાસ વિસ્તારોમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો છે.

- Advertisement -

રાજયમાં લઠ્ઠાકાંડ, સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટવા, બેરોજગારી, કાયદો-વ્યવસ્થા, ખેડુતોની સમસ્યા, મોંઘવારી વગેરે મુદ્દો વિપક્ષ કોંગ્રેસ આક્રમક મુડમાં છે. કાલે પ્રથમ દિવસે શોક દર્શક ઠરાવો રજુ થશે. કાલે ગૃહ શરૂ થવા ટાણે અથવા બીજા દિવસે ગૃહની કાર્યવાહી દરમિયાન કોંગી આક્રમક મિજાજ બતાવે તેવા નિર્દેષ છે. સરકાર ચુંટણીને ધ્યાને રાખી ગૃહમાં પ્રજાલક્ષી કોઇ નવી જાહેરાત કરે તેવી શકયતા નકારાતી નથી.

ભાજપ-કોંગ્રેસ બન્નેએ કાલનું સત્ર શરૂ થતા પુર્વે આજે અને કાલે સવારે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જેમાં રણનીતી ઘડાશે. ચુંટણી નજીક હોવાથી તેની અસર શાસક અને વિપક્ષની ભુમીકા પર દેખાય તે સ્વભાવીક છે. કિસાન સંઘ , કર્મચારી મહાસંઘ, માજી સૈનિકો વગેરેના આંદોલનથી ગાંધીનગરમાં ગરમાવો છે. સત્ર ટાણે જ સંઘર્ષના ઓછાયા વધ્યા છે. આંદોલનકારો અને વિપક્ષનો સામનો કરવામાં સરકારની કસોટી થઇ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular