Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયપેટ્રોલમાં 5 રૂપિયા, ડીઝલમાં 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટી

પેટ્રોલમાં 5 રૂપિયા, ડીઝલમાં 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટી

આવતીકાલથી નવો ભાવ લાગુ

- Advertisement -

- Advertisement -

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો સામનો કરી રહેલા લોકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. દિવાળીના પર્વ નિમિતે કેન્દ્ર સરકારે લોકોને મોટી ભેંટ આપી છે. ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનું એલાન કર્યું છે.

હવે દેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. આવતીકાલ સવારથી નવી કિંમતો લાગુ થશે. હાલમાં દેશમાં ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. હવે ગ્રાહકોને મોટી રાહત મળશે. સાથે જ મોંઘવારીની અસર પણ ઓછી થશે. પેટ્રોલની સરખામણીએ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે ગણો ઘટાડો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવની નવી કિંમતો આવતીકાલથી જ લાગુ થશે.

- Advertisement -

પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થયો છે. આમ છતાં ઇંધણનો ભાવ 100 રૂપિયાની ઉપર જ રહેશે. કારણકે જામનગર શહેરમાં એક લીટર પેટ્રોલના ભાવ રૂ.106 છે, જયારે ડીઝલનો ભાવ રૂ.106 છે. દેશમાં મોટા ભાગના રાજ્યોમાં ઇંધણની કિંમતો રૂપિયા 100ની સપાટી વટાવી ગઈ છે. ત્યારે આવતીકાલથી ભાવ ઘટાડા બાદ લોકોને રાહત રહેશે તેમ લાગી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular