Friday, March 29, 2024
Homeરાજ્યનાના ગામડાંઓના રસ્તાઓમાં પણ, રૂા.1.11 લાખની લાંચની જગ્યા હોય છે !

નાના ગામડાંઓના રસ્તાઓમાં પણ, રૂા.1.11 લાખની લાંચની જગ્યા હોય છે !

પોરબંદર જિલ્લા પંચાયતનો મદદનીશ ઇજનેર પાંજરામાં કેદ

- Advertisement -

પોરબંદરના જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેરને 1.11 લાખની લાંચ લેતા એલસીબીએ ઝડપી લીધો છે. પોરબંદર જિલ્લામાં ભારાવાડા થી રાંદલ મંદીર, ખાંભોદર તરફ જતો રસ્તો તથા બગવદર થી રાંદલ મંદીર થઈ કીંદરખેડા તરફ જતા રોડના કામો પેટા કોન્ટ્રાક્ટમાં રાખી કામો પુર્ણ કરેલ જે કરેલ કામના બિલો મંજૂર કરવાના અવેજ પેટે આ કામના પોરબંદરના જિલ્લા પંચાયત કચેરીના માર્ગ અને મકાન વિભાગમા મદદનીશ ઈજનેર કલાસ 2 કર્મી મિલન સુરેશભાઈ રાયઠઠાએ ફરિયાદી પાસેથી રૂા.1,11,000 ની લાંચની માંગણી કરી હતી,
જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર નો સંપર્ક કરી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે ગુરુવારે ડી.વી. રાણા, પો.ઇ. એ.સી.બી. પો.સ્ટે. સુરેન્દ્રનગર તથા સ્ટાફ દ્વારા આ અંગે છટકુ ગોઠવ્યુ હતું. દરમ્યાન ફરીયાદી પાસેથી રૂા.1,11,000 ની માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર આ મદદનીશ ઈજનેર મિલન રાયઠઠા છટકામાં લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. આ કર્મીએ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કરતા આ કર્મી આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular