Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયઉત્તરાખંડમાં આખેઆખો પહાડ ધસી પડયા

ઉત્તરાખંડમાં આખેઆખો પહાડ ધસી પડયા

ભયાનક ભૂસ્ખલનને કારણે 7 ગામનો સંપર્ક તૂટી ગયો

- Advertisement -

તવાઘાટ-લિપુલેખ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગઇકાલે મોડી સાંજે નાજંગ તાંબા ગામ પાસે એક પહાડીનો મોટો ભાગ ધરાશાયી થવાને કારણે બંધ થઇ ગયો હતો. જેના કારણે નજંગ તાંબા ગામમાંથી પસાર થતો આદિ કૈલાશ માનસરોવર યાત્રાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો સહિત 40 મુસાકરો ત્યાં અટવાયા છે. કહેવામાં આવી રલું છે કે આ તમામ લોકો ગત સાંજથી અહીં કસાયેલા છે. કલાકો સુધી કસાયેલા રહેવાના કારણે લોકોને ખાવા-પીવાની સમસ્યાનો સામનો કરવો પડી રલો છે.

- Advertisement -

રસ્તો બંધ થવાના કારણે બંને તરક વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. એક દ્વિસ પહેલા, ઉત્તરાખંડના રદ્રપ્રયાગમાં તરસાલી ગામ પાસે અચાનક ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે 109 પર ટ્રાકિંક અટકી ગયો હતો. જેના કારણે કેદારનાથ જતા તીર્થયાત્રીઓને રૂદ્રપ્રયાગ, તિલવાડા, અગસ્ત્યમુનિ અને ગુમ્કાથી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. સોનપ્રયાગથી પાછા કરનારાઓને સોનપ્રયાગ અને સીતાપુરમાં સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દ્વિસોમાં ભારે વરસાદ થઈ રલો છે, જેના કારણે પહાડીઓમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. ભૂસ્ખલનને પગલે અનેક ધોરીમાર્ગો અને 100થી વધુ ગ્રામીણ માર્ગો કાટમાળના ઢગલાથી બંધ થઈ ગયા છે. ત્રકષિકેશ-ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉત્તરકાથીના હેલગુગ5 અને સ્વરીંગઢ નજીકના પહાડો પરથી 55તા ખડકો અને પથ્થરો દ્વારા અવરોધિત કરવામાં આવ્યો હતો, જ્યારે દેહરાદૂન જિલ્લામાં વિકાસનગર-કલસી-બરકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ભૂસ્ખલનને કારણે બંધ થઇ ગયો હતો.

- Advertisement -

કેદારનાથ પાસે પણ ગ્લેશિયરમાં હિમસ્ખલન

કેદારનાથ ધામ પાછળ સ્થિત ચૈરાબાડી ગ્લેશિયરમાં હિમસ્ખલન થયું છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગ્લેશિયરમાં પત્થર પડ્યા છે અથવા પછી હિસ્મખન થયું છે. વહિવટીતંત્રએ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને તપાસના આદેશ આપ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. હિમસ્ખલન થયા બાદ કેદારનાથ ધામમાં રહેતા લોકો આઘાતમાં છે. સ્થાનિક લોકોને ડર છે કે કયાંક 2013 જેવી ઇમરજન્સી ફરીથી ન આવી જાય. સાડા ચાર પાંચ વાગ્યા વચ્ચે કેદારનાથ મંદિરથી લગભગ ચાર કિમી દૂર સ્થિત ચૈરાબાડી ગ્લેશિયર પર હિમસ્ખલનની ઘટના થઇ. પર્વત પર ખૂબ દૂર સુધી હિમસ્ખલન થયા બાદ કેદારનાથ ધામમાં અફરા તફરી મચી ગઇ.

- Advertisement -

હિમસ્ખલનની ઘટનામાં નુકસાન થયું નથી. સૂચના મળ્યા બાદ વહિવટી તંત્રએ કેદારનાથ ધામમાં લોકોને એલર્ટ કરી દીધા. વહિવટીતંત્રએ એનડીઆરએફને ઘટનાસ્થળે જઇને વાસ્તવિક જાણકારી પ્રાપ્ત કરવા માટે કહ્યું છે. રૂદ્રપ્રયાગના જિલ્લાધિકારી મયૂર દીક્ષિતે કહ્યું કે 22 સપ્ટેમ્બરને ચારથે પાંચ વાગ્યા વચ્ચે ચૈરાબાડી ગ્લેશિયર હિમસ્ખલન થવાની સૂચના મળી હતી. વહિવટી તંત્રએ તાત્કાલિક કેદારનાથ ધામમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા. જોકે કોઇ ઘટના થઇ નથી. વહિવટીતંત્રએ જિયોલોજિકલ ટીમ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સર્વે કરવાનો અનુરોધ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular