Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયઆવતીકાલે નેમિનાથદાદાના જન્મ કલ્યાણક નિમિત્તે આયંબિલ તપની આરાધના

આવતીકાલે નેમિનાથદાદાના જન્મ કલ્યાણક નિમિત્તે આયંબિલ તપની આરાધના

મુંબઇની શ્રુતજ્ઞાન ફાઉન્ડેશન દ્વારા આયોજન : રવિવારે આયંબિલ કરતાં જૈન શ્રાવકોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ : સમગ્ર વિશ્વમાં વધુને વધુ આયંબિલ થાય : લમ્પિ વાયરસથી ગાયોના મોતને અટકાવવા તથા રોગમુક્ત કરવાનો આશ્રય

- Advertisement -

આવતીકાલે જૈનોના નેમિનાથદાદાનું કેવલજ્ઞાન કલ્યાણક દિવસ છે. તે નિમિત્તે મુંબઇમાં આવેલ શ્રુત જ્ઞાન ફાઉન્ડેશન દ્વારા આખા વિશ્વમાં જે કોઇ જૈન-જૈનેતરો ઉપવાસ-આયંબિલ કરે તેવી અપીલ કરવામાં આવી છે. હાલના સમયમાં ભારતમાં લમ્પિ વાયરસ વ્યાપક બન્યો છે. લાખો ગાયો ત્રાહિમ પોકારી રહી છે. અસહ્ય વેદના ઉદ્ભવી રહી છે. તે રોગગ્રસ્ત ગાયોને સારું થઇ જે માટે આખા વિશ્વમાંથી જેટલા આયંબિલ થશે તે મુજબ રૂા. 100નું દાન જ્યાં જરૂર હોય તે પાંજરાપોળ કે રોગગ્રસ્ત ગાયોની સેવા કરતાં હોય ત્યાં શ્રુતજ્ઞાન ફાઉન્ડેશન દ્વારા ફંડ આપવામાં આવશે અને આ આયંબિલ કે ઉપવાસ કરવાથી ગાયમાતાને સાતા રહે તે ઉદેશ્ય છે. આ ફાઉન્ડેશનમાં કોઇપણ જાતનું ડોનેશન લેવામાં આવતું નથી. જામનગરમાં શહેરમાં પણ વધુને વધુ આયંબિલ-ઉપવાસ થાય તેવું શ્રુતજ્ઞાન ફાઉન્ડેશનના મુંબઇ સ્થિત દિપકભાઇ જૈને જણાવ્યું છે. શ્રુતજ્ઞાન ફાઉન્ડેશનનો મો. નં. 91-8108105103 ઉપર વોટ્સએપ અથવા કોલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તેમ જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular