આજની આધુનિક અને વ્યસ્ત લાઈફ સ્ટાઇલ વચ્ચે લોકો પોતાની તંદુરસ્તી કે ભોજન પર ધ્યાન નથી આપતા. જેના કારણે નાની મોટી ઘણી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે તમારા રોજીંદા ભોજનમાં એક વાટકી દહીંથી શું ફાયદા થાય છે તે જાણીએ. ન્યુટ્રિશન એકસપર્ટ કહે છે કે, દર્દીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે તો ચાલો જાણીએ દરરોજ એક વાટકી દહીના અસરકારક ફાયદાઓ..
- દહીંમાં રહેલું કેલ્શિયમ હાડકાઓ અને દાંતને મજબુત બનાવે છે.
- દહીં રહેલું પ્રોટીન વજન નિયંત્રણમાં મદદરૂપ બને છે.
- વિટામિન બી12 અને બી2 મળે છે જે હૃદયરોગ અને કેટલાંક ન્યુરલ ટયુબ બર્થ ડિફેકટ સામે રક્ષણ આપે છે.
- દહીમાં રહેલા ખનીજોથી બ્લડપ્રેશર સંતુલિત રહે છે.
- દહીંથી રોગપ્રતિકારક શકિત મજબુત બને છે.
- દહીંમાં રહેલા સારા બેકટેરીયા પાચનને સ્વાસ્થ્ય બનાવે છે.
- દહીં ખાવાથી શરીરને હાઈડે્રટેડ રાખી શકાય છે.
- દહીંથી પેટને લગતી સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ, અપચો, વગેરેથી છૂટકારો મેળવી શકાય છે.
- વાળને સુંદર, મુલાયમ અને આકર્ષક બનાવે છે. દહીં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન લેકટોઝ, આયર્ન અને ફોસ્ફરસ હોવાને કમારણે તે ચહેરા અને વાળને સ્વસ્થ બનાવે છે.
- દહીંમાં જીરૂ, મરી, સંચળ અને સિંધાલુલ મિકસ કરીને ખાવું જોઇએ.
દહીં સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે પરંતુ, રાત્રે તે આરોગવું ન જોઇએ. તેથી રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઇએ.
સામાન્ય રીતે આપણા વડીલો કહેતા હોય છે કે, સવારના નાસ્તામાં દહીં, બપોરના ભોજનમાં પાતળી છાશ તેમજ રાતના ભોજનમાં દુધ લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
આમ સ્વાદમાં ટેસ્ટી એવા દહીંને દરરોજ એક વાટકીમાં અનેક ફાયદાઓ છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અનુસાર તેનું સેવન કરવું હિતાવહ છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)