મોબાઈલ-કોમ્પ્યુટરના યુગમાં શેરી રમતો ભુલાતી જાય છે. આવી શેરી રમતોને ફરી જીવંત કરવા માટે જામનગરની રોટરી કલબ સંસ્થા દ્રારા પ્રયાસો શરૂ થયા છે. અને શેરી રમતો નાના બાળકોને વાલી સાથે રમાડીને રજાની મજા માણે છે.

આવનારી પેઢી શેરી રમતો ભુલતી જાય છે. મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, વિડીયો ગેમ્સ, ઈન્ડોર ગેમ્સમાં બાળકો વધુ રૂચિ ધરાવે છે. ત્યારે શેરી રમતો ભુલાતી જાય છે. અને બાળકો જુની શેરી રમતો ભાગ્યે જ કયાંક રમતા જોવા મળે છે. મોટા શહેરમાં ખુલ્લા મેદાન ન ઓછા હોવાથી બાળકો આવી રમતોથી અજાણ રહેતા હોય છે. તો શાળાઓમાં મેદાન ન હોવાથી આવી રમતોને સ્થાન મળતુ નથી. ત્યારે જામનગરમાં રોટરી કલબના યુવા મિત્રોએ સંસ્થાના માધ્યમથી આવી રમતોને જીંવત રાખવાના પ્રયાસો શરૂ કર્યા છે. અને બાળકો બેઠા-બેઠા રમતો રમવા કરતા ખુલ્લા આકાશમાં શારિરીક રમતો રમે તે માટેના પ્રયાસો શરૂ થયા છે. જેમાં કોથળા દોડ, ત્રણ પગ રેસ, લીબુ ચમચી, લખોટી, ભરમડા, ટાયર રેસ, ડબ્બા પછાળ, આંધળોપાટો સહીતની અનેક રમતો રમવામાં આવે છે. રમતોમાં બાળકો કોઈ દબાણ, નિયમ વગર ખુલ્લા મને રમતા જોવા મળ્યા. જેમાં આશરે 400થી વધુ લોકો જોડાયા છે.
શહેરના લાખોટા તળાવના પાર્કિંગ પાસે આવેલા મેદાનમાં આવી રમતોનુ આયોજન કરવામાં આવ્યુ, જંયા કોઈ પણ રજીસ્ટ્રેશન, ફી, કે નિયમ વગર માત્ર શેરી રમતોને પ્રોત્સાહીત કરવા આવી રમતો રમાડવામાં આવી. સાથે ભુલાતી આવી જુની શેરી રમતો બાળકો સાથે રમીને વાલીઓ પણ બાળપણ યાદ આવી જાય, અને બાળકો સાથે બાળક થઈને એક સાથે રમે છે. જે વાલીઓ વર્ષો પહેલા બાળપણ રમેલી રમતો હવે બાળકોને શીખાડીને ખુશી વ્યકત કરે છે. બાળકો સાથે વાલીઓ રવિવારની રજાની મજા આવી શેરી રમતો રમીને પણ માણે છે.
જે રમતો શેરી, સોસાયટી કે શાળામાં રમવા કે જોવા મળતી નથી. તેવી રમતો રમવા માટે બાળકો ઉત્સાહ સાથે આવ્યા. અને આ શેરી રમતો વાલી સાથે રમડવામાં આવતી હોવાથી બાળકોની સાથે વાલીઓ પણ બાળક બનીને રમતોની મજા લીધી. બાળકો અગાઉ જે રમતો જોઈ કે રમી ન હોય,તેવી નવી રમતો રમવા મળતી હોવાથી ખુબ ખુશ થાય છે.બાળકોએ નવા મિત્રો અને વાલીઓ સાથે ભુલાતી રમતોની મજા માણી.
રવિવારના બાળકોની સાથે વાલીઓને પણ રજાનો દિવસ હોય છે. રજાના દિવસે ટીવી કે કોમ્પ્યુટર મુકીને શેરી રમતોમાં બાળકો ભાગ લે હેતુથી આવી રમતોનુ આયોજન કરવામાં આવ્યુ. જે રમતો ભુલાતી જાય છે. તે રમતોને ફરી જીવંત કરવાના પ્રયાસને સારી સફળતા મળી છે.