Monday, October 7, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઈરાકના વડાપ્રધાનના નિવાસ સ્થાને વિસ્ફોટકોથી ભરેલા ડ્રોન દ્વારા હુમલો

ઈરાકના વડાપ્રધાનના નિવાસ સ્થાને વિસ્ફોટકોથી ભરેલા ડ્રોન દ્વારા હુમલો

- Advertisement -

ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીના ઘર પર રવિવારે વહેલી સવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં તેઓ બચી ગયા હતા. ઇરાકી સૈન્યએ જણાવ્યું કે આજે સવારે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને બગદાદમાં પીએમના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ PM કદીમીની હત્યાનો પ્રયાસ હતો. આ હુમલામાં વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત 6 લોકો ઘાયલ થયા છે. બગદાદના ગ્રીન ઝોનમાં વડાપ્રધાનના નિવાસસ્થાન પર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. હુમલાના થોડા સમય બાદ પીએમ કદીમીએ ટ્વિટરના માધ્યમથી પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘વિશ્વાસઘાતના રોકેટ વિશ્વાસ કરનારા લોકોના મનોબળને તોડી નહીં શકે. અમારા વીર સુરક્ષા દળ દૃઢ રહેશે કારણ કે, તેઓ લોકોની સુરક્ષા જાળવી રાખવાનું, ન્યાય અપાવવાનું અને કાયદો લાગુ કરવાનું કામ કરે છે.’ વધુમાં લખ્યું હતું કે, ‘હું ઠીક છું, ઉપરવાળાનો ધન્યવાદ છે, અને હું ઈરાક માટે, સૌને શાંતિ અને સંયમનું આહ્વાન કરૂ છું.’

- Advertisement -

જોકે હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી. આ તરફ બગદાદના ગ્રીન ઝોન ક્ષેત્રની બહાર ડેરા નાખીને બેઠેલા ઈરાન સમર્થક શિયા ફાઈટર્સના સમર્થકો અને દંગા વિરોધી પોલીસ દળ વચ્ચે શુક્રવારે અથડામણ થઈ હતી જે બાદમાં હિંસક બની ગઈ હતી. આ વિસ્તારમાં વડાપ્રધાન કદીમીનું ઘર અને અમેરિકી દૂતાવાસ આવેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular