Thursday, September 17, 2026
Homeરાજ્યજામનગરજામજોધપુરના કોટડા બાવીસી ગામમાં જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી

જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી

12 શખ્સો જુગાર રમતા ઝડપાયા : રૂા. 2,34,600ની રોકડ, મોબાઇલ ફોન, મોટરકાર સહિત કુલ રૂા. 7,56,600નો મુદામાલ કબ્જે

જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામની વાડીના મકાનમાં ચાલતા જુગારના અખાડા પર જામજોધપુર પોલીસ ત્રાટકી હતી. રેઇડ દરમિયાન રૂા. 2,34,600ની રોકડ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂપિયા 7,56,600ના મુદામાલ સાથે 12 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામની સીમમાં કિરીટ રવજી કાલાવડિયાની વાડીના મકાને કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની જામજોધપુરના એએસઆઇ સુરેશભાઇ પરમાર, એએસઆઇ લક્ષ્મણભાઇ ચાવડા, પો.કો. વલ્લભભાઇ ભાટુ, અશોકભાઇ ગાગિયા, કૌશિકભાઇ કાંબરિયાને બાતમી મળી હતી. જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા લાલપુર મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફે રેઇડ કરી હતી.

રેઇડ દરમ્યાન પોલીસે કિરીટ રવજી કાલાવડિયા, કિશોર દેવજી ગડારા, મહેન્દ્ર ચંદુ કણસાગરા, યોગેશ જગદિશ નગરિયા, મૌલિક રમેશ કંટારિયા, હિત અશ્ર્વિન ખાંટ, જશ્મિન મનસુખ ઝાલાવડિયા, દીપક ભગવાન લાડાણી, નીતિન દિનેશ કનેરિયા, હિતેષ ઠાકરશી શાપરિયા, રિપલ મથુર ભારવાડિયા, રાજેશ શામજી ભાલોડિયા નામના બાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂપિયા 2,34,600ની રોકડ, રૂા. 42 હજારની કિંમતના નવ નંગ મોબાઇલ ફોન, રૂા. 4 લાખ 50 હજારની કિંમતની મોટરકાર તથા રૂા. 30 હજારની કિંમતની મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 7,56,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular