બેંક કર્મીઓની હડતાલ, આશાવર્કર, હેલ્થ વર્કરની હડતાલ, છાત્રોની હડતાલ વિશે તો તમે સાંભળ્યું, જોયું હશે, પરંતુ રોબોટસે હડતાલ પાડી અને દેખાવો કર્યા હોય તેવું કયાંય જોયું સાંભળ્યું છે ?? પરંતુ હા, પોલેન્ડના વોર્સોમાં રોબોટસે હડતાલ પાડી પ્રદર્શન કર્યું છે ! અને તે પણ માનવના સમર્થનમાં માનવીય કાર્ય માટે! છે ને આશ્ર્ચર્યજનક!
મજાની વાત તો એ છે કે, વોર્સોમાં પોલેન્ડના ડિજિટલ બાબતોના મંત્રાલયની બહાર 30 જેટલાં રોબોએ કૂચ કરી ધ્વજ લહેરાવ્યા, તેમણે નારા પણ લગાવ્યા અને પત્રકારોને ઈન્ટરવ્યૂ પણ આપ્યા..! વાસ્તવમાં એક રોબોટિક કંપનીએ આ પ્રદર્શન્નું આયોજન કર્યું હતું. જેમાં મજબુત એઆઈ દેખરેખની માંગ કરી કાયદો અને નિયમો બનાવવા માંગ કરી હતી.
View this post on Instagram


