ધ્રોલના આનંદનગર સોસાયટીમાં રહેતાં યુવાનને લીવરની સારવાર ચાલુ હોય તબિયત લથડતાં જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના આનંદનગર સોસાયટીમાં રહેતાં અને પીજીવીસીએલમાં નોકરી કરતાં જયેન્દ્રસિંહ કાયુભા જાડેજા (ઉ.વ.46) નામના યુવાનને છેલ્લા બે વર્ષથી લીવરની સારવાર ચાલુ હોય આ દરમ્યાન વધુ તબિયત ખરાબ થતાં તા. 11ના સાંજે જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સારવાર કારગત ન નિવડતા તા. 16ના તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે જયદીપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા ધ્રોલ હે.કો. સી. જે. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


