Monday, March 17, 2025
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં દવા અને ઓક્સિજનનો સ્ટોક વધારવા માંગણી

જી.જી. હોસ્પિટલમાં દવા અને ઓક્સિજનનો સ્ટોક વધારવા માંગણી

વોર્ડ નં. 15ના કોર્પોરેટર દ્વારા કેબિનેટમંત્રીને પત્ર લખી રજૂઆત

જામનગરની જી.જી. હોસ્પિટલમાં દવા અને ઓક્સિજનનો સ્ટોક વધારવા તથા આરોગ્ય માટે કોઇપણ જાતની ખામી ન રહે તે માટેની વ્યવસ્થા કરવા વોર્ડ નં. 15ના કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા કેબિનેટ મંત્રી આર.સી. ફળદુને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

કોરોનાની મહામારીમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ છે. જામનગર ઉપરાંત દ્વારકા-પોરબંદર, મોરબી, રાજકોટના દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. જેમાં જી.જી. હોસ્પિટલમાં સારી કામગીરી થઇ રહેલ છે. પરંતુ જામનગર શહેરની હાલત અન્ય શહેરો જેવી થવાની દહેશત હોય, એવી પરિસ્થિતિ ન થાય તે માટે તાકિદે કાળજી રાખી આરોગ્ય મંત્રી સાથે રહી જામનગર-જી.જી. હોસ્પિટલની મુલાકાત લઇ ઓક્સિજન બેડ, દવાઓ પુરતો સ્ટાફ અને કોઇપણ જાતની ખામી ન રહે તે માટે વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular