જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે દ્વારકાધીશ હોટલમાં કામ કરતાં વેઈટર ઇલેકટ્રીક ઓવનને અડી જતાં શોક લાગતા જોડિયા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, મૂળ નેપાળના પોખરાના બાંગલુંગ જીલ્લાના નિશીખોલા-2 ગામના અને હાલ જોડિયા તાલુકાના ભાદરા પાટીયા પાસે આવેલ દ્વારકાધીશ હોટલમાં વેઈટર તરીકે કામ કરતો અનિલ ઉર્ફે સુનિલ હુમબહાદુર રબે થાપા નામનો 20 વર્ષનો યુવાન ગત તા.16 ના રોજ રાત્રિના સમયે દ્વારકાધીશ હોટલ ખાતે રસોડાઈમાં સાફ સફાઈ કરી રહ્યો હતો આ દરમિયાન અનિલ ઉર્ફે સુનિલનો હાથ ચાલુ હાલતના ઇલેકટ્રીક ઓવનને અડી જતાં ઇલેકટ્રીક શોક લાગતા ચોંટી જતાં સારવાર માટે જોડિયા રેફરર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીઓએ તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગે મીનબહાદુર દ્વારા પોલીસને જાણ કરાતા જોડિયાના હેકો એન.એમ. ભીમાણી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.